પ્રેમ ભક્તિનું પરિણામ :
પ્રેમ ભક્તિનું પરિણામ :
ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા કરતા નારદજી ક્યારે થાકતા નહીં. તે જયાં જયાં જતાં ત્યાં ત્યાં ભગવાનની લીલાના ગુણગાન ગાતા રહેતા. એકવાર મહર્ષિ નારદજી ફરતાં ફરતાં મદ્રદેશના રાજા બ્રહ્મસેનને ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કથા-લીલા વર્ણવી. ત્યાં તે રહ્યાં તે દરમ્યાન તેમણે શ્રી કૃષ્ણના ખૂબ જ કથાગાન કર્યા.
કૃષ્ણ ભગવાનની કથાઓ અને લીલાઓ સાંભળી અને બ્રહ્મસૅન રાજાની કુંવરી કે જેનું નામ લક્ષ્મણા હતું તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગી. તેણે મનોમન નક્કી જ કરી લીધું કે જો મને મારા પતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ. તેણે દરરોજ મનોમન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા માંડી. તેણે પૂજા પાઠ અને વ્રત, જપ, તપ પણ કરવા માંડ્યા, કે જેથી કરીને શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થાય.
Alpine Willow 3X6 ft Wooden Temple I Temple for Home I Mandir for Home Big Size I Pooja mandir I Big Wooden Temple (Walnut and Frosty White)
Brand: Alpine Willow https://amzn.to/3SrdoB0
આમને આમ તેની ભક્તિ ચાલતી રહી. રાજકુંવરી તો દિવસે દિવસે મોટી થવા લાગી અને તે પરણવા લાયક થઇ ગઇ તેને જોઈ અને તેના પિતા બ્રહ્મસેને લક્ષ્મણાને પરણવા માટે સ્વયંવર રચવાનો વિચાર કર્યો એટલે દૂરદેશાવરના રાજાઓને તે માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યા.
+++ +++
તેમાં કૃત્રિમ માછલીને નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ જોઇ અને બાણ વડે તેને વિધવાની એવી શરત મૂકવામાં આવેલી છે, જે આ કૃત્રિમ માછલીને બાણ વડે વિધી નાખે તેને રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હાર પહેરાવી અને તેની સાથે લગ્ન કરે. લક્ષ્મણા તો ખૂબ જ સ્વરૂપવાન હતી તેથી આ સ્વયંવરમાં તેને વરવા માટે કેટલાય રાજાઓ આવ્યા હતા.
+++ +++
એ સૌ રાજાઓ જાતજાતના શસ્ત્રો અસ્ત્રો ચલાવામાં અને યુધ્ધ વિદ્યાઓમાં નિપૂણ હતા. તે બધા જ રાજાઓનો યોગ્ય આદર સત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વયંવર શરૂ થયો ત્યારે પણ લક્ષ્મણાના હૃદયમાં તો ભગવાન શ્રી કૃષ્ણ જ રહેલા. એક એક કરતા રાજાઓ આવતા ગયા અને કાંઇકને કાંઇક અવદશા થઇ અને લક્ષ્ય વેદ તો ન કરી શક્યા પરંતુ, સૌની હાંસીના પાત્ર બને તેવી ઘટના ઘટાતી.
+++ +++
આ રાજા મહારાજાઓમાં કર્ણ, શિશુપાલ, દુર્યોધન, ભીમ, જરાસંગ વગેરેનો પણ સમાવેશ થતો હતો. પરંતુ એ બધાને પીછેહઠ કરવી પડી છેલ્લે મહાન ધનુર્ધારી અર્જુન પણ આવ્યા. પરંતુ એ અર્જુન પણ સાવ નિષ્ફળ ગયો. અર્જુન જેવાને નિષ્ફળ પામતો જોઇ અને રાજકુમારીના પિતા રાજા બ્રહ્મસેન સાવ નિરાશા પામ્યા તેમને લાગ્યું કે, હવે મારી પુત્રી લક્ષ્મણાને લાયક કોઇ પતિ નહીં મળે અને એ તો સાવ કુંવારી જ રહી જશે.
+++ +++
તેમ વિચાર કરતાં રાજા બ્રહભેન ચિંતામાં પડ્યા. બરાબર એ સમયે જ ભગાવન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા. પોતાની જગ્યાએથી ઊભા થઈ અને લક્ષ્યવેદની જગ્યાએ પહોંચ્યા અને એક નજર લક્ષ્મણા તરફ નાખી અને મંદ મંદ સ્મિત કર્યું તેથી લક્ષ્મણાને મનો મન થયું કે, જરૂર ભગવાને મારી પ્રાર્થના સાંભળી લાગે છે તેથી આ બધી તેમની જ લીલા છે .
+++ +++
તેણે રત્નજડિત હાર પોતાના હાથમાં લઇ લીધું અને નક્કી કરી નાખ્યું કે, હવે મને ભગવાન શ્રી કૃષ્ણને વરવાનો સમય આવી ગયો છે. ભગવાને રમતમાં ધનુષ્ય હાથમાં લઇ તેની પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને ક્ષણવારમાં માછલું વિંધી નાખ્યું.
ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો . રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હારી ભગવાન શ્રી કૃષ્ણને નજીક જઈ તેના ગળામાં પહેરાવી દીધું. દુદુંભી-નગારા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થઇ. એ દરમ્યાન જે રાજાઓ લક્ષ્યવેદમાં નિષ્ફળ ગયા હતા તેમાંથી કેટલાક ક્રોધે ભરાયા અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યા.
+++ +++
પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કવચ ધારણ કરેલું અને લક્ષ્મણને રથમાં બેસાડી હરિફો સાથે યુદ્ધ કર્યું અને બાણાવડી કરી અને તે રથમાં બેઠા એટલે સારથી દારૂકે રથને દ્વારકા તરફ હાંક્યો. દ્વારકામાં સ્વયંવરના સમાચાર ફેલાયા હતા.
સર્વે આનંદ હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણાજીનો ભવ્ય સ્વાગત થયું. અને તેમને પણ પ્રેમભક્તિના લીધે પટરાણીનું સન્માન પ્રાપ્ત થયું હતું.
+++ +++
:: ભજન ::
દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું...?
અંતેર ઉતારી લેજો રે, કોણ છે કોનું ...?
કોના પિતા, કોના માતા,
કોના ઝુત ને કોના ભ્રાતા,
સહુને આવીને જતા રે, કોણ છે કોનું ...?
મા - બાપ કહે : બેટો મારો,
આકાશનો જેવો તારો.
ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ...?
પત્ની કહે મને વરિયો
એ તો પ્રેમનો પ્રેમનો દરિયો
દરિયો તો ખારો ભરિયો રે, કોણ છે કોનું ...?
પુનિત લ્યો હાથ સાળા
મૂકી ઘો આ ચેન ચાળા
સાયા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ..?
વિપત્તિ જ સંપત્તિ છે !
ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભ ઉપર અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત છોડેલ ત્યારે તારાના ગર્ભમાં રહેલા પરિક્ષિતનું રક્ષણ કરેલું એ કાર્ય પૂરું થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ફરી દ્વારકા જવાની તૈયારી કરવા માંડી અને પછી પોતાના રથ ઉપર ચડ્યા અને સારથીએ રથ ચલાવ્યો.
એ સમયે ખુદ કુન્તાજી ત્યાં આવ્યા અને રથની સાથે સાથે દોડવા લાગ્યા. આ દૃશ્ય જોઈ ભગવાન શ્રીકૃષ્ણએ સારથીને રથ ઊભો રાખવા આજ્ઞા આપી તેથી સારથીએ રથ ઊભો રાખ્યો.
આમ, જ્યારે રથ ઊભો રહ્યો ત્યારે કુન્તાજી પણ રથ પાસે આવી ઊભા રહ્યા. દોડવાને લીધે તેમનો શ્વાસ ફૂલાયેલો હતો તેથી શ્વાસ લેતા લેતા થોડી વારે બે હાથ જોડી અને તેમને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા.
ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રથ ઉપરથી નીચે ઉતરી અને પોતાના ફઇ કુન્તાજીનો હાથ પકડી લીધો અને પગે ન લાગવા વિનંતી કરી. ફઇબા આ તમે શું કરી રહ્યાં છો? હું તો તમારાથી નાનો છું અને વળી સંબંધમાં પણ હું તમારો ભત્રીજો થાઉ ને?
+++ +++
જો તમે આમ પગે લાગો તો જગતની દૃષ્ટિએ પણ શોભાસ્પદ ન લાગે. માટે તમે મહેરબાની કરી અને મને પગે ન લાગો. ત્યારે રડતા રડતા કુન્તાજી બોલી ઊઠ્યા, આજ સુધી મેં તમને મારા ભત્રીજા જ સમજેલા અને તમારી સાથે એ મુજબનો જ વ્યવહાર કરેલો પરંતુ હે પ્રભુ, જયારે આ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જ મને તમારા સાચા સ્વરૂપનું જ્ઞાન થયું.
હે નાથ, તમે તો કોઇના મિત્ર નથી કે પુત્ર નથી, તમે કોઇના પિતા, ભાઈ કે પતિ નથી તમે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો માટે જ તો મેં તમને પ્રણામ કર્યા અને એમાં મેં કાંઇ પણ ખોટું નથી જ કર્યું.
+++ +++
ઉલ્ટુ મારાથી ક્યાંય તમારા પ્રત્યે અજાણતા કંઈ ભૂલચૂક થઇ હોય તો ઉદાર મન રાખી મને ક્ષમા આપજો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ગંભીર બની ગયા અને પછી કુન્તાજીને પૂછ્યું, એ બધું તો ઠીક પરંતુ ફઇબા તમે આમ સાવ અચાનક મારા રથની પાછળ પાછળ શા માટે દોડવા લાગેલા?
તમને મારાથી કોઇ અપેક્ષા છે? શું તમને કોઈ સમસ્યા છે?
કુન્તાજી ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને કહે છે, હે જગતનાથ, મારે તમારી પાસે કંઇક માંગવું છે, તમે જો આપતા હોવ તો તમને કહું?
શ્રી કૃષ્ણ કહે છે, ફઇબા, તમે આ શું કહો છો. માંગવાનું નહીં તમારે તો આજ્ઞા કરવાની હોય. હું અવશ્ય તમારી આજ્ઞાનું પાલન કરીશ બસ. કુન્તાજી કહે છે કે, પ્રભુ, મારે બીજું કશું જ નથી જોઇતું તમે મને એક વચન આપો. પછી ભલે તમે તમારી દ્વારકા નગરીમાં જાવ. જરૂર કહો, તમે કહો તે આપવા તૈયાર છું.
+++ +++
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું. હે નાથ, મને કાયમને માટે વિપત્તિ આપો. મને સતત વિપત્તિ મળતી રહે એજ મારી ઇચ્છા છે કુન્તીજી એકી શ્વાસે બોલતા ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કુન્તાજીના શબ્દો સાંભળી અને મુંઝવણમાં પડી ગયા. કહેવા લાગ્યા, તમે આ તો વળી શું માંગ્યું, હેં ફઇબા...?
+++ +++
માંગવું જ હતું તો સંપત્તિ માંગવી હતી, શાંતિ માંગવી હતી. તમને તો કેટકેટલી વિપત્તિ વળગેલી તેમાંથી તો માંડ મૂક્ત થયા છો હવે તમારે વિપત્તિને શું કરવું છે?
પ્રભુ ખરૃં કહ્યું...?
અમારા ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ત્યારે અમે અંતઃકરણપૂર્વક તમને યાદ કર્યા હતા અને ત્યારે ત્યારે તમારા સતત દર્શન થતાં રહ્યાં અને તમારી કૃપા થતી રહી તમારું સતત સાનિધ્ય અમને પ્રાપ્ત થયું. માટે અમારા માટે તો વિપત્તિ જ સાચી સંપત્તિ સાબિત થઇ છે. માટે જ હું વિપત્તિ માંગુ છું કે, જેથી કરીને કાયમ માટે તમારું સાનિધ્ય રહ્યા જ કરે કુન્તાજીએ કહ્યું.
+++ +++
આ સાંભળી અને ભગવાન શ્રીકૃષ્ણજીએ કુન્તાજીને સાંત્વન આપ્યું અને કહ્યું કે, મારી તમારા ઉપર કાયમ કૃપા રહેશે બસ. આમ, કુન્તાજીએ જગતને બતાવ્યું છે કે, ગમે તેવી આપત્તિ આવે પરંતુ તેનાથી જરાય વિચલીત ન થતા પ્રભુ ભક્તિ પ્રત્યે જીવન વાળવું અને તેમની કૃપા પ્રાપ્તિ માટે જ વિપત્તિ આવે છે.
+++ +++
:: ભજન ::
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઇક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.
અને દીધેલો કોલ તમે ભૂલી ગયા...૨
જૂઠી માયાને મોહમાં ઘેલા થયા...૨
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું.
તમે....બાળપણને યુવાનીમાં અડધું ગયું ....૨
નહીં ભક્તિના મારગમાં ડગલું ભર્યું...
હવે બાકી છે તેમાં દયો ધ્યાન જીવન થોડું રહ્યું.
તમે...પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં ....૨
લોભ વૈભવને ધનના ધજાશે નહીં ....૨
બનો આજથી પ્રભુના મસ્તાન જીવન થોડું રહ્યું.
તમે ...જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો ....૨
કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધર...ર
છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું ...
તમે ...બધા આળસમાં દિન આમ વીતી જશે ...૨
નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું.
તમે ...એજ કહેવું આ બાળકનું ઉરમાં ધરો ....૨
ચીત રાખી રણછોડને ભાવે ભજો .....૨
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું .
તમે ....
हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
+++ +++
जय माँ अंबे ...!!!🙏🙏
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -
श्री सरस्वति ज्योतिष कार्यालय
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
" Shri Aalbai Niwas "
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096 ( GUJARAT )
Vist us at: www.sarswatijyotish.com
Skype : astrologer85
Email: prabhurajyguru@gmail.com
Email: astrologer.voriya@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश....
जय जय परशुरामजी...🙏🙏🙏
+++ +++

