Adsence

Thursday, June 11, 2026

મહાન વિરકત સન્નારી બાંકા :

મહાન વિરકત સન્નારી બાંકા :

મહાન વિરકત સન્નારી બાંકા : 

મહાન ભગવત ભક્ત નામદેવજી પર ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની ખૂબ જ કૃપા હતી તેથી નામદેવજી ભગવાન સાથે સાક્ષાત વાતો કરતા હતા. 

નામદેવજી અવારનવાર કોઇ ભક્તજનને કંઇ સમસ્યા કે મુશ્કેલી હોય તો તેની પ્રભુ પાસે રજૂઆત કરી તેનું દુઃખ દૂર કરવા માટે વિનંતી કરતા. 




એક વાર આવા જ એક ભગવાનના પરમ ભક્ત એવા રાંકા માટે રજૂઆત કરતા નામદેવજીએ કહ્યું, હે નાથ, આપ તો ધારો તે કરી શકવાને સમર્થ છો, વળી તમે લક્ષ્મીના નાથ છો અને તમારા પરમ ભક્ત એવા રાંકાને તો બરાબર ઓળખો છો. 

તમારામાં તેને અપાર શ્રદ્ધા છે. તે સતત તમારૃં સ્મરણ કરતો રહે છે. આવા પરમ ભક્ત રાંકાને નિર્ધન શા માટે રાખ્યો છે? 

+++ +++

તમે તેના પર કૃપા કરી અને તેનું નિર્ધનપણું દૂર કરી દો એવી જ મારી તમારી પાસે પ્રાર્થના છે." ત્યારે પઢરપુરમાં બિરાજી રહેલા વિઠ્ઠલનાથ ભગવાન બોલ્યા, "

નામદેવ, તું જાણતો નથી રાંકા તો પરમ વૈરાગી છે તે જે હાલતમાં છે તે જ હાલતમાં જીવવા માંગે છે. તેનું હું કંઇપણ આપીશ તો તે સ્વીકારશે જ નહીં. 

+++ +++

હવે, જે કાંઇ લેવા જ ન માંગતો હોય તેને હું શું આપી શકું?" પરતું નામદેવજીએ તો ભગવાન પાસે હઠ પકડી કે, "ગમે તે થાય પરંતુ તમે રાંકાને ધનવાન બનાવી દો." 

એટલે ભગવાને આખરે નામદેવજીની વાત રાખી અને કહ્યું, "ભલે તું કહે છે તો હું તને અવશ્ય ઘા આપીશ માટે તું એમ કરજે કાલે એ જયારે જંગલમાં લાકડા કાપવા જાય ત્યારે તું તેની પાછળ પાછળ જજે ને શું થાય છે તે છૂપાઈ અને જોજે."

+++ +++

નામદેવજી ખૂબ જ ખુશ થયા. બીજે દિવસે વહેલી સવારે નામદેવજી તો રાંકાના ઝુંપડા પાસે ઊભા રહી ગયા. થોડી વારે રાંકા અને તેની પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા. પાછળ પાછળ નામદેવજી પણ જંગલમાં પહોંચવા ચાલવા લાગ્યા ત્યારે નામદેવજી ઝાડમાં ઝડપથી છૂપાઇ તેની નજીક પહોંચી ગયા. 

+++ +++

રાંકા કુહાડી લઇ એક સુકું ઝાડ કાપવા જાય છે, ત્યાં તો તે ઝાડના મૂળ પાસે તેને એક થેલો દેખાય છે. એટલે નાનો એવો એ થેલો જોઇ તેને કૌતુક લાગ્યું. તેથી તેણે તે ખોલીને જોયું તો તેમાં સોનામહોર ચમકતી હતી. પછી તુરંત જ કંઇક વિચારી અને રાંકા તે સોનામહોર ઉપર ધૂળ નાખવા લાગ્યા. તેમના પત્ની થોડા પાછળ રહી ગયા હતા. 

+++ +++

તે થોડાક નજીક આવ્યા અને રાંકાને ધૂળ નાખતા જોઇ એને પણ નવાઈ લાગી તેથી તેમણે રાંકાને પૂછ્યું, "અરે તમે આ શું કરો છો ? લાકડા કાપવાને બદલે આ ધૂળ નાખવાનું શું કારણ છે? "

" ત્યારે પહેલા તો રાંકાએ તેમની વાતને ટાળવાની કોશીસ કરી પરંતુ વારંવાર પત્નીના આગ્રહને વશ થઈ અને રાંકાએ સાચું કારણ જણાવતા પોતાના ધર્મપત્નીને કહ્યું, "જુઓ, અહીં એક થેલી પડી છે જે છેલ્લો છલ સોનામહોરથી ભરેલી છે. 

+++ +++

આપણે રહ્યાં પ્રભુના ભક્ત જો આપણને ધન મળે તો તેના મદદમાં આપણે પ્રભુની ભક્તિ કરવાનું ભૂલી જ જઇએ. આ ધન જ કેટલાય અનર્થોનું મૂળ છે. 

જેને પ્રભુને પ્રાપ્ત કરવા હોય તેને સાદું જીવન જીવવું જોઇએ. જો ધન આવે તો અટકતક નથી. તેથી તે સોનામહોર આપણા કોઇ કામ પડી જાય અને તારું મન લલચાય તો અનર્થ થઇ જાય. માટે હું તેના પર ધૂળ નાખી રહ્યો છું.

+++ +++

આ વાત સાંભળી અને વાંકાના પત્ની ખડખડાટ હસી પડ્યા અને પછી પોતાના પતિ રાંકાને ઉદેશીને કહ્યું, "વાહ...વાહ...નાથ, 

+++ +++

તમે પણ ગજબ છો અને તમે આ સાવ ખોટી જ મહેનત કરી રહ્યાં છો હું તો સોના અને ધૂળમાં કોઇ ભેદ માનતી નથી અને તમે આ ધૂળ ઉપર ધૂળ નાખવાનો સાવ વ્યર્થ પરિશ્રમ કરી રહ્યાં છો અને છોડી અને લાકડા કાપવાનું શરૂ કરો જેથી આપણું મુખ્ય કાર્ય પાર પડે. 

+++ +++

ધર્મપત્નીના વચનો સાંભળી અને પરમ ભક્ત રાંકાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે બોલી ઉડ્યા, ધન્ય છે તમને, ખરેખર હું ભાગ્યશાળી છું કે મારા કરતા પણ ચડિયાતા વૈરાગ્યી એવા તમે મને પ્રાપ્ત થયા છો. તમારો વૈરાગ્ય તો ખરેખર વિશિષ્ટ છે."

+++ +++

બસ તે દિવસથી તેમનું નામ બાંકા પડી ગયું અને એ "રાંકા-બાંકા" ની જોડીનું નામ આજે પણ પરમ ભક્તોમાં અમર થઈ ગયું છે. ઝાડીમાં છુપાયેલા રામદેવજી તુરંત ત્યાંથી નિકળી અને શ્રી વિઠ્ઠલનાથજી પાસે પહોંચ્યા અને પગે લાગી પ્રભુ પાસે ક્ષમા માંગી અને કહ્યું, 

"તમે ખરા છો, પ્રભુ આ "રાંકા-બાંકા" તો તમારી ભક્તિને જ સાચું ધન માની જીવી રહ્યાં છે તેને સોના - ચાંદીથી કોઇ મતલબ નથી." 

ત્યારે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી પણ મંદ મંદ સ્મિત કરી રહ્યાં હતા.

+++ +++

ઃઃ ભજન ઃઃ


ંઉંચી મેડી તે મારા સંતની રે,


મેં તો હાલીનો જાણી હો રાજ... ઉંચી મેડી.


અમને તે તેડા સિહ મોમલ્યા (૨)


હે સી છે કોલ્યો રાજ (૨)


મોંઘા તે મુલની મારી ચુંદડી રે,


જો તો મહાલીનો જાણી હો રાજ... ઉંચી મેડી.


અડધા પહેર્યા ને અડધા પાથર્યા રે,


ઉપર ઓઢાળ્યા ચીર ચારે કોરરાજ...ઉંચી મેડી.


નથી તારાયા, નથી તંબુડી (૨)


હે નથી ઉતર્યાનો આરો (ર)


"નરસિંહ" મેતાની સ્વામી શામળા રે,


પ્રભુજી ઉતારે પાર હો રાજ...ઉંચી મેડી.

+++ +++

શ્રદ્ધાનું ફળ :

ઘણા વર્ષો પહેલાની આ વાત છે, એક રાજા હતો એ રાજાનો એક પ્રધાન હતો. આ પ્રધાનને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તે સતત તેની ભક્તિ કરતો અને કંઇપણ સારું થાય કે ખરાબ થાય તો પણ એ એમ કહેતો કે, "ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારૃં થયું." 

+++ +++

ક્યારેક આ અંગે રાજા તેને ટકોર કરે તો પણ તે કહેતો " ભગવાન શ્રી કૃષ્ણ તો ખૂબ જ દયાળુ છે અને તેઓ જીવમાત્રનું કલ્યાણ જ કરે છે અને મને તેમના ઉપર ખૂબ જ શ્રદ્ધા છે." 

એક વાર કંઇક કારણ બનતા રાજાના પગની ટચલી આંગળી કપાઇ ગઇ અને લોહી વહેવા લાગ્યું. એટલે તત્કાલ રાજ વૈદ્યને બોલાવવામાં આવ્યા. 


તેમણે આવી અને રાજાને સારી રીતે પાટો બાંધી આપ્યો. ત્યારે રાજાએ પ્રધાનને કહ્યું , "પ્રધાનજી, આજે અચાનક જ મારા આ પગની આંગળી કપાઇ ગઇ" પ્રધાન તરત જ બોલી ઉઠ્યા, "વાહ...રે..વાહ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બધું સારૃં થયું." આ સાંભળી રાજાનો પિતા થયો તે બોલી ઉઠ્યો, "મારા પગની આંગળી કપાઈ ગઈ એમાં તને એમ લાગે છે કે, સારું થયું...? તરત જ રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા આપી કે, આ પ્રધાનને અંધારી કાળી કોઠરીમાં પૂરી નાખો."

+++ +++

રાજાનો હુકમ થયો એટલે તુરત જ પ્રધાનને કાળી કોઠરીમાં પૂરવામાં આવ્યા. ત્યારે પ્રધાનજી ફરી એમ જ બોલ્યા કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારું થયું." આ ઘટનાના થોડાક દિવસો પછી એક દિવસ એ રાજા પોતાના સૈનિકોને સાથે લઈ અને શિકાર કરવા નિકળ્યા, 

એક હરણનો શિકાર કરવાની ઇચ્છાથી યુક્ત એ રાજા પોતાના સૈનિકોથી વિખુટો પડી અને જંગલમાં ભૂલો પડી ગયો. એ વાતનું એને જ્ઞાન થયું ત્યારે તે ખૂબ જ થાકી ગયો હતો અને પાણીની તરસથી તે પીડાતો હતો, તેને ભૂખ પણ લાગી હતી. 

+++ +++

તે એક ઝાડના થડ પાસે બેઠો ત્યાં કેટલાક જંગલી લોકો આવ્યા, તેમણે આ રાજાને જોયો એટલે કંઇક અવાજ કરી નાચવા લાગ્યા. ત્યારબાદ એ રાજાને પકડી અને પોતાના સરદાર પાસે લઇ ગયા અને પછી તેને પીવા માટે પાણી અને ખાવાનું આપવામાં આવ્યું પછી તેને શુધ્ધ જળથી સ્નાન કરાવી અને એ જંગલી લોકોની દેવીના મંદિરમાં લઇ જવામાં આવ્યો. 

એટલે રાજા પરિસ્થિતિને પામી જઇ અને સમજી ગયો કે હવે તેની આ જંગલી લોકો બલી ચડાવી દેશે. તેથી તે ખૂબ જ ગભરાયો પરંતુ થાય શું..? 

એક બાજુ જંગલી નગારા વાગી રહ્યા હતા, બીજી બાજુ ચિત્ર - વિચિત્ર અવાજો સાથે જંગલી લોકો નાચી રહ્યાં હતા.

+++ +++

રાજા તો સમજી જ ગયો આજે આપણા પ્રાણ હરિ લેવાશે તેને દેવીમાંની મૂર્તિ સમક્ષ ઊભો રાખવામાં આવ્યા એટલે પૂજારી હાથમાં તલવાર લઇ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો અને જયાં તે રાજાનો માથું કાપવા જાય છે ત્યાં જ અચાનક તેની નજર રાજાના પગ પર પડી. 

પગની ટચલી આંગળી કપાયેલી જોઇ એ રાડ પાડી ઊઠ્યો, "આ પુરૂષ નરબલિ માટે કામ નહીં આવે, કારણ કે તેનું શરીર ખંડિત છે, ક

પાયેલું છે તેથી કપાયેલી આંગળી વાળા આ પુરૂષ નરબલિ માટે અયોગ્ય ગણાય.  માટે આ પુરૂષને છોડી મૂકો. એટલે જંગલીઓના સરદારે એ રાજાને છોડી મૂકવા આજ્ઞા કરી." 

રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા. ત્યાંથી મુક્ત થયેલો રાજા માંડ માંડ પોતાના રાજ્યની હદમાં પહોંચ્યો અને પછી પોતાના રાજ્યમાં પહોંચતા જ તે કોટડીમાં ગયો અને ત્યાંથી પ્રધાનને મુક્ત કરાવી અને તેને પગે લાગવા માંડ્યો પ્રધાન કહે, રહેવા દો મહારાજ, તમે મને પગે લાગો એ શોભતું નથી. પરંતુ થયું શું એ તો કહો..? 

પ્રધાનજી મારા પગની આંગળી કપાઇ ગઇ ત્યારે તમે કહેલું કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જે કંઇ થયું તે સારું થયું. તમે કહેલા શબ્દો સાચા પડ્યા.

+++ +++

"રાજા બોલ્યો" હું તો બચી ગયો અને સારું થયું, પરંતુ મેં તમને અંધારી કાળી કોઠરીમાં પૂર્યા ત્યારે પણ તમે કહેલું કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારું થયું તો તમારે તો કાળી કોઠરીમાં પૂરાવું પડ્યું તેમાં શું સારું થયું....? ત્યારે પ્રધાન મંદ મંદ સ્મિત સાથે બોલ્યા, "

મહારાજ, હું રહ્યો તમારો પ્રધાન, તમે શિકરામાં નિકળ્યા ત્યારે હું જો મૂક્ત હોત તો તમારી સાથે શિકાર માટે નિકળ્યો હોત કારણ કે, મારો ઘોડો પણ તમારા ઘોડાની સાથે સાથે જ ચાલનારો છે હવે આપણે બન્ને આપણા રસાલાથી છૂટા પડી ગયા હોત અને પછી એ જંગલી લોકોએ આપણને પકડ્યા હોત તો તમે તો બચી જાત પણ મારું શરીર અખંડિત હતું તેથી મારી તો તરત જ બલિ ચડાવાઇ ગઇ હોત ...!

ખરું ને....!? 

ત્યારે રાજા બોલ્યા, "તમારી વાત ખરી છે અને તમારી શ્રધ્ધા પણ ખરેખર સાચી છે. ભગવાન શ્રી કૃષ્ણ જે કંઇ કરે છે તે જીવમાત્રના કલ્યાણ માટે જ કરે છે .

+++ +++

:: ભજન ::


દિલને વિશાળ તું બનાવ આકાશ એ સમજાવે.


મનની મોટાઈ તને મોટો બનાવશે,


દોષો સકલના તું દિલમાં છુપાવશે,


થઇ જશે તું તો ભગવાન આકાશ...


સુખમાં ફૂલીને વૃથા ફાળકો બને છે તું,


થઇને ગમાની સદા શાનો ફરે છે તું,


સુખમાં સદાય રહેનાર આકાશ...


દુઃખમાંહી દીન બની આસું વહાવે તું ,


થઇને હતાશ સદા હૈયે રડે છે તું,


દુઃખના દિવસ છે બે ચાર આકાશ...


વાયુને મેઘ બધા વ્યોમે વિચારતા,


તોય જરીક એ આભને અડકતા,


થઇ જા અનંતને અપાર આકાશ...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

+++ +++

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

Monday, June 8, 2026

પ્રેમ ભક્તિનું પરિણામ :

પ્રેમ ભક્તિનું પરિણામ :

પ્રેમ ભક્તિનું પરિણામ :

વિષ્ણુ પુરાણ અને ભાગવત કથા :

શ્રી વૈદિક જ્યોતિષશાસ્ત્રવિદ્યા, શ્રી ખગોળશાસ્ત્રવિદ્યા, શ્રી વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત મુજબ પ્રેમભક્તિનું પરિણામ – કથા સાર અને આધ્યાત્મિક યોગ

ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા કરતા નારદજી ક્યારે થાકતા નહીં. તે જયાં જયાં જતાં ત્યાં ત્યાં ભગવાનની લીલાના ગુણગાન ગાતા રહેતા. એકવાર મહર્ષિ નારદજી ફરતાં ફરતાં મદ્રદેશના રાજા બ્રહ્મસેનને ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કથા-લીલા વર્ણવી. ત્યાં તે રહ્યાં તે દરમ્યાન તેમણે શ્રી કૃષ્ણના ખૂબ જ કથાગાન કર્યા. 

કૃષ્ણ ભગવાનની કથાઓ અને લીલાઓ સાંભળી અને બ્રહ્મસૅન રાજાની કુંવરી કે જેનું નામ લક્ષ્મણા હતું તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગી. તેણે મનોમન નક્કી જ કરી લીધું કે જો મને મારા પતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ. તેણે દરરોજ મનોમન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા માંડી. તેણે પૂજા પાઠ અને વ્રત, જપ, તપ પણ કરવા માંડ્યા, કે જેથી કરીને શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થાય.




Alpine Willow 3X6 ft Wooden Temple I Temple for Home I Mandir for Home Big Size I Pooja mandir I Big Wooden Temple (Walnut and Frosty White)

Brand: Alpine Willow  https://amzn.to/3SrdoB0

{ About this item  

A product from famous Furniture city Baghpat, U.P.


જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર

વૈદિક વિદ્યા સાથે જોડાણ આપે.  ઉદાહરણ: “પ્રેમ ભક્તિનું પરિણામ: વૈદિક જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને ભાગવત કથાનો યોગ”આમને આમ તેની ભક્તિ ચાલતી રહી. રાજકુંવરી તો દિવસે દિવસે મોટી થવા લાગી અને તે પરણવા લાયક થઇ ગઇ તેને જોઈ અને તેના પિતા બ્રહ્મસેને લક્ષ્મણાને પરણવા માટે સ્વયંવર રચવાનો વિચાર કર્યો એટલે દૂરદેશાવરના રાજાઓને તે માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યા.

+++ +++ 

તેમાં કૃત્રિમ માછલીને નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ જોઇ અને બાણ વડે તેને વિધવાની એવી શરત મૂકવામાં આવેલી છે, જે આ કૃત્રિમ માછલીને બાણ વડે વિધી નાખે તેને રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હાર પહેરાવી અને તેની સાથે લગ્ન કરે. લક્ષ્મણા તો ખૂબ જ સ્વરૂપવાન હતી તેથી આ સ્વયંવરમાં તેને વરવા માટે કેટલાય રાજાઓ આવ્યા હતા. 

+++ +++

એ સૌ રાજાઓ જાતજાતના શસ્ત્રો અસ્ત્રો ચલાવામાં અને યુધ્ધ વિદ્યાઓમાં નિપૂણ હતા. તે બધા જ રાજાઓનો યોગ્ય આદર સત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વયંવર શરૂ થયો ત્યારે પણ લક્ષ્મણાના હૃદયમાં તો ભગવાન શ્રી કૃષ્ણ જ રહેલા. એક એક કરતા રાજાઓ આવતા ગયા અને કાંઇકને કાંઇક અવદશા થઇ અને લક્ષ્ય વેદ તો ન કરી શક્યા પરંતુ, સૌની હાંસીના પાત્ર બને તેવી ઘટના ઘટાતી.

+++ +++

આ રાજા મહારાજાઓમાં કર્ણ, શિશુપાલ, દુર્યોધન, ભીમ, જરાસંગ વગેરેનો પણ સમાવેશ થતો હતો. પરંતુ એ બધાને પીછેહઠ કરવી પડી છેલ્લે મહાન ધનુર્ધારી અર્જુન પણ આવ્યા. પરંતુ એ અર્જુન પણ સાવ નિષ્ફળ ગયો. અર્જુન જેવાને નિષ્ફળ પામતો જોઇ અને રાજકુમારીના પિતા રાજા બ્રહ્મસેન સાવ નિરાશા પામ્યા તેમને લાગ્યું કે, હવે મારી પુત્રી લક્ષ્મણાને લાયક કોઇ પતિ નહીં મળે અને એ તો સાવ કુંવારી જ રહી જશે. 

+++ +++

તેમ વિચાર કરતાં રાજા બ્રહભેન ચિંતામાં પડ્યા. બરાબર એ સમયે જ ભગાવન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા. પોતાની જગ્યાએથી ઊભા થઈ અને લક્ષ્યવેદની જગ્યાએ પહોંચ્યા અને એક નજર લક્ષ્મણા તરફ નાખી અને મંદ મંદ સ્મિત કર્યું તેથી લક્ષ્મણાને મનો મન થયું કે, જરૂર ભગવાને મારી પ્રાર્થના સાંભળી લાગે છે તેથી આ બધી તેમની જ લીલા છે . 

+++ +++

તેણે રત્નજડિત હાર પોતાના હાથમાં લઇ લીધું અને નક્કી કરી નાખ્યું કે, હવે મને ભગવાન શ્રી કૃષ્ણને વરવાનો સમય આવી ગયો છે. ભગવાને રમતમાં ધનુષ્ય હાથમાં લઇ તેની પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને ક્ષણવારમાં માછલું વિંધી નાખ્યું. 

ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો . રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હારી ભગવાન શ્રી કૃષ્ણને નજીક જઈ તેના ગળામાં પહેરાવી દીધું. દુદુંભી-નગારા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થઇ. એ દરમ્યાન જે રાજાઓ લક્ષ્યવેદમાં નિષ્ફળ ગયા હતા તેમાંથી કેટલાક ક્રોધે ભરાયા અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યા. 

+++ +++

 “વિષ્ણુ પુરાણ અનુસાર પ્રેમ ભક્તિનું પરિણામ…”. 

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કવચ ધારણ કરેલું અને લક્ષ્મણને રથમાં બેસાડી હરિફો સાથે યુદ્ધ કર્યું અને બાણાવડી કરી અને તે રથમાં બેઠા એટલે સારથી દારૂકે રથને દ્વારકા તરફ હાંક્યો. દ્વારકામાં સ્વયંવરના સમાચાર ફેલાયા હતા. 

સર્વે આનંદ હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણાજીનો ભવ્ય સ્વાગત થયું. અને તેમને પણ પ્રેમભક્તિના લીધે પટરાણીનું સન્માન પ્રાપ્ત થયું હતું.

+++ +++

:: ભજન ::


દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું...?


અંતેર ઉતારી લેજો રે, કોણ છે કોનું ...?


કોના પિતા, કોના માતા,


કોના ઝુત ને કોના ભ્રાતા,


સહુને આવીને જતા રે, કોણ છે કોનું ...?


મા - બાપ કહે : બેટો મારો,


આકાશનો જેવો તારો.


ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ...?


પત્ની કહે મને વરિયો


એ તો પ્રેમનો પ્રેમનો દરિયો


દરિયો તો ખારો ભરિયો રે, કોણ છે કોનું ...?


પુનિત લ્યો હાથ સાળા


મૂકી ઘો આ ચેન ચાળા


સાયા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ..?





વિપત્તિ જ સંપત્તિ છે ! 

ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભ ઉપર અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત છોડેલ ત્યારે તારાના ગર્ભમાં રહેલા પરિક્ષિતનું રક્ષણ કરેલું એ કાર્ય પૂરું થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ફરી દ્વારકા જવાની તૈયારી કરવા માંડી અને પછી પોતાના રથ ઉપર ચડ્યા અને સારથીએ રથ ચલાવ્યો. 

એ સમયે ખુદ કુન્તાજી ત્યાં આવ્યા અને રથની સાથે સાથે દોડવા લાગ્યા. આ દૃશ્ય જોઈ ભગવાન શ્રીકૃષ્ણએ સારથીને રથ ઊભો રાખવા આજ્ઞા આપી તેથી સારથીએ રથ ઊભો રાખ્યો.

+++ +++

આમ, જ્યારે રથ ઊભો રહ્યો ત્યારે કુન્તાજી પણ રથ પાસે આવી ઊભા રહ્યા. દોડવાને લીધે તેમનો શ્વાસ ફૂલાયેલો હતો તેથી શ્વાસ લેતા લેતા થોડી વારે બે હાથ જોડી અને તેમને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. 

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રથ ઉપરથી નીચે ઉતરી અને પોતાના ફઇ કુન્તાજીનો હાથ પકડી લીધો અને પગે ન લાગવા વિનંતી કરી. ફઇબા આ તમે શું કરી રહ્યાં છો? હું તો તમારાથી નાનો છું અને વળી સંબંધમાં પણ હું તમારો ભત્રીજો થાઉ ને? 

+++ +++

જો તમે આમ પગે લાગો તો જગતની દૃષ્ટિએ પણ શોભાસ્પદ ન લાગે. માટે તમે મહેરબાની કરી અને મને પગે ન લાગો. ત્યારે રડતા રડતા કુન્તાજી બોલી ઊઠ્યા, આજ સુધી મેં તમને મારા ભત્રીજા જ સમજેલા અને તમારી સાથે એ મુજબનો જ વ્યવહાર કરેલો પરંતુ હે પ્રભુ, જયારે આ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જ મને તમારા સાચા સ્વરૂપનું જ્ઞાન થયું.

હે નાથ, તમે તો કોઇના મિત્ર નથી કે પુત્ર નથી, તમે કોઇના પિતા, ભાઈ કે પતિ નથી તમે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો માટે જ તો મેં તમને પ્રણામ કર્યા અને એમાં મેં કાંઇ પણ ખોટું નથી જ કર્યું. 

+++ +++

ઉલ્ટુ મારાથી ક્યાંય તમારા પ્રત્યે અજાણતા કંઈ ભૂલચૂક થઇ હોય તો ઉદાર મન રાખી મને ક્ષમા આપજો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ગંભીર બની ગયા અને પછી કુન્તાજીને પૂછ્યું, એ બધું તો ઠીક પરંતુ ફઇબા તમે આમ સાવ અચાનક મારા રથની પાછળ પાછળ શા માટે દોડવા લાગેલા?

તમને મારાથી કોઇ અપેક્ષા છે? શું તમને કોઈ સમસ્યા છે? 

કુન્તાજી ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને કહે છે,  હે જગતનાથ, મારે તમારી પાસે કંઇક માંગવું છે, તમે જો આપતા હોવ તો તમને કહું? 

શ્રી કૃષ્ણ કહે છે, ફઇબા, તમે આ શું કહો છો. માંગવાનું નહીં તમારે તો આજ્ઞા કરવાની હોય. હું અવશ્ય તમારી આજ્ઞાનું પાલન કરીશ બસ. કુન્તાજી કહે છે કે, પ્રભુ, મારે બીજું કશું જ નથી જોઇતું તમે મને એક વચન આપો. પછી ભલે તમે તમારી દ્વારકા નગરીમાં જાવ. જરૂર કહો, તમે કહો તે આપવા તૈયાર છું.

+++ +++

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું. હે નાથ, મને કાયમને માટે વિપત્તિ આપો. મને સતત વિપત્તિ મળતી રહે એજ મારી ઇચ્છા છે કુન્તીજી એકી શ્વાસે બોલતા ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કુન્તાજીના શબ્દો સાંભળી અને મુંઝવણમાં પડી ગયા. કહેવા લાગ્યા, તમે આ તો વળી શું માંગ્યું, હેં ફઇબા...?

+++ +++ 

માંગવું જ હતું તો સંપત્તિ માંગવી હતી, શાંતિ માંગવી હતી. તમને તો કેટકેટલી વિપત્તિ વળગેલી તેમાંથી તો માંડ મૂક્ત થયા છો હવે તમારે વિપત્તિને શું કરવું છે? 

પ્રભુ ખરૃં કહ્યું...? 

અમારા ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ત્યારે અમે અંતઃકરણપૂર્વક તમને યાદ કર્યા હતા અને ત્યારે ત્યારે તમારા સતત દર્શન થતાં રહ્યાં અને તમારી કૃપા થતી રહી તમારું સતત સાનિધ્ય અમને પ્રાપ્ત થયું. માટે અમારા માટે તો વિપત્તિ જ સાચી સંપત્તિ સાબિત થઇ છે. માટે જ હું વિપત્તિ  માંગુ છું કે, જેથી કરીને કાયમ માટે તમારું સાનિધ્ય રહ્યા જ કરે કુન્તાજીએ કહ્યું. 

+++ +++

આ સાંભળી અને ભગવાન શ્રીકૃષ્ણજીએ કુન્તાજીને સાંત્વન આપ્યું અને કહ્યું કે, મારી તમારા ઉપર કાયમ કૃપા રહેશે બસ. આમ, કુન્તાજીએ જગતને બતાવ્યું છે કે, ગમે તેવી આપત્તિ આવે પરંતુ તેનાથી જરાય વિચલીત ન થતા પ્રભુ ભક્તિ પ્રત્યે જીવન વાળવું અને તેમની કૃપા પ્રાપ્તિ માટે જ વિપત્તિ આવે છે.

+++ +++

:: ભજન ::


તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું.


કંઇક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.


અને દીધેલો કોલ તમે ભૂલી ગયા...૨


જૂઠી માયાને મોહમાં ઘેલા થયા...૨


ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું.


તમે....બાળપણને યુવાનીમાં અડધું ગયું ....૨


નહીં ભક્તિના મારગમાં ડગલું ભર્યું...


હવે બાકી છે તેમાં દયો ધ્યાન જીવન થોડું રહ્યું.


તમે...પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં ....૨


લોભ વૈભવને ધનના ધજાશે નહીં ....૨


બનો આજથી પ્રભુના મસ્તાન જીવન થોડું રહ્યું.


તમે ...જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો ....૨


કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધર...ર


છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું ...


તમે ...બધા આળસમાં દિન આમ વીતી જશે ...૨


નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું.


તમે ...એજ કહેવું આ બાળકનું ઉરમાં ધરો ....૨


ચીત રાખી રણછોડને ભાવે ભજો .....૨


ઝાલો ઝાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું .


                               તમે ....

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

+++ +++

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

Monday, June 1, 2026

શ્રદ્ધાનું ફળ :

શ્રદ્ધાનું ફળ :

શ્રદ્ધાનું ફળ : 

શ્રી વૈદિક જ્યોતિષશાસ્ત્રવિદ્યા, શ્રી ખગોળશાસ્ત્રવિદ્યા, શ્રી ઋગ્વેદ, શ્રી વિષ્ણુ પુરાણ સહિત પુરાણોના આધારે જન્મકુંડળી, પ્રશ્નકુંડળી, ગોચરના ગ્રહો અનુસાર શ્રદ્ધાનું મહત્ત્વ, નિયમો અને ફળ !

કવાર દુર્વાસામૂનિ પોતાના દસ હજાર શિષ્યોને લઇને દુર્યોધનને ત્યાં ગયા. દુર્યોધને દુર્વાસામુનિનો ભારે ભપકા સાથે યોગ્ય સત્કાર કર્યો અને તેને યોગ્ય આસન પણ આપ્યો. તેમની ખૂબ જ સેવા કરી અને આખો દિવસ ખડે પગે તેમની સેવામાં રહ્યો. 




MurtiHome Radha Krishna Murti, 10.16 cm Height, 3D Printed, UV Resin, The Symbol of Divine Love Radhakrishna Idol for Car Dashboard, Home, Office, and Gift

Visit the MurtiHome Store   https://amzn.to/4u6D5UE


{ About this item

  • Authentic Representation: This 3D printed UV resin statue captures the divine essence of Radha and Krishna, revered deities in Hindu mythology.
  • Intricate Details: Intricately detailed design captures the essence of Lord Krishna's divine love for Radha, with their graceful poses and ornate attire.
  • Durable Construction: Crafted from high-quality UV resin, this murti is designed to withstand the test of time and retain its beauty.
  • Matte Finish: Meticulously finished with an matte black color, lending an elegant and timeless appeal to the sacred sculpture.
  • Compact Size: Measuring approximately 10.16 cm in height, this compact statue is perfect for personal altars or as a decorative piece. }



સનાતન વૈદિક પરંપરામાં *"શ્રદ્ધા"*ને ધર્મનું હૃદય માનવામાં આવ્યું છે. શ્રી ઋગ્વેદ, શ્રી વિષ્ણુ પુરાણ તથા અન્ય પુરાણોમાં વારંવાર સમજાવવામાં આવ્યું છે કે માત્ર પૂજા, જપ, યજ્ઞ કે દાન કરવાથી જ પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી; તે કાર્યો શ્રદ્ધા, વિશ્વાસ અને શુદ્ધ ભાવના સાથે કરવામાં આવે ત્યારે જ તેનું સાચું આધ્યાત્મિક ફળ મળે છે. 


આવી સતત સેવા જોઇ અને મહાન એવા દુર્વાસામૂનિ ખૂબ જ પ્રસન્ન થયા. દુર્યોધન પર પ્રસન્ન થયેલા દુર્વાસામૂનિ દુર્યોધનને કહે છે કે, "હે દુર્યોધન તારી આ સેવાથી હું પ્રસન્ન થયો છું એ માટે હું તને એક વરદાન આપવા માંગુ છું. માટે તું વરદાન માંગ."

+++ +++

વૈદિક જ્યોતિષશાસ્ત્ર પણ આ જ સિદ્ધાંતને સમર્થન આપે છે. જન્મકુંડળી, પ્રશ્નકુંડળી અને ગોચરના ગ્રહો મનુષ્યના જીવનમાં અનુકૂળ અને પ્રતિકૂળ સમય દર્શાવે છે, પરંતુ તે સમયનો શ્રેષ્ઠ લાભ તેને જ મળે છે જે ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા, સદ્આચરણ અને સારા કર્મો રાખે છે. 

આ તો હતો દુર્યોધન, તેને કોઇ સારૃં કામ તો મનમાં આવે જ નહીં. તેને થયું કે, કંઇક એવું વરદાન માંગુ કે જેથી પાંડવોને માટે સંકટ ઊભું થાય તેથી દુર્વાસામૂનિને પગે લાગી અને કહે છે, 

પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે ધર્મદાસ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ગરીબ હતો, પરંતુ ભગવાન વિષ્ણુ પર તેની અડગ શ્રદ્ધા હતી. દરરોજ સ્નાન કરીને તે "ૐ નમો નારાયણાય" મંત્રનો જપ કરતો, ગાયને ઘાસ ખવડાવતો અને જરૂરિયાતમંદોને યથાશક્તિ અન્નદાન કરતો.

 "મહારાજા, આપની જો મારા પર કૃપા જ હોય તો મને એવું વરદાન આપો કે, અહિંથી તમે સીધા પાંડવોને ત્યાં જજો અને તમારી સેવાનો લાભ દ્રૌપદીજીને પણ આપજો." 

+++ +++

આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં તેણે ક્યારેય ભગવાન પ્રત્યેનો વિશ્વાસ છોડ્યો નહીં.:


એક દિવસ ગામના લોકોએ તેને કહ્યું, "તમે વર્ષોથી પૂજા કરો છો, છતાં ધનવાન બન્યા નથી. આ બધાનો શું લાભ?"


ધર્મદાસ હસીને બોલ્યો, "ભગવાનને માત્ર ધન માંગવા માટે નહીં, પરંતુ સાચો માર્ગ બતાવવા માટે ભજવું જોઈએ. શ્રદ્ધાથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી."


થોડા દિવસો પછી તે એક વિદ્વાન વૈદિક જ્યોતિષાચાર્ય પાસે ગયો. જ્યોતિષાચાર્યએ તેની જન્મકુંડળીનું નિરીક્ષણ કર્યું. તેમણે જોયું કે ગુરુ ગ્રહ શુભ હતો, પરંતુ શનિની દશા ચાલી રહી હતી. ગોચરમાં પણ થોડો વિલંબ દર્શાતો હતો. જ્યોતિષાચાર્યએ કહ્યું: 

અને ત્યા પણ તમારા આ દસહજાર શિષ્યોને પણ સાથે લઇ જજો. આટલી મારા ઉપર કૃપા કરજો. એટલે સમજી લ્યો કે મને મારું વરદાન મળી ગયું."

+++ +++

"તમારી કુંડળીમાં યોગ સારા છે. હાલમાં પરીક્ષાનો સમય છે. શ્રદ્ધા રાખશો, ધર્મનું પાલન કરશો અને ભગવાન વિષ્ણુની ઉપાસના ચાલુ રાખશો. સમય બદલાશે."

ધર્મદાસે સંપૂર્ણ વિશ્વાસ સાથે આ માર્ગ અપનાવ્યો.

થોડા મહિના પછી ગામમાં એક ધનિક વેપારી આવ્યો. તેણે ધર્મદાસની ઈમાનદારી, સત્યનિષ્ઠા અને ધાર્મિક સ્વભાવ જોઈને તેને પોતાના વેપારમાં જોડ્યો. ધીમે - ધીમે ધર્મદાસની સ્થિતિ સુધરવા લાગી. ઘર સુખી બન્યું, સમાજમાં માન મળ્યું અને જીવનમાં શાંતિ આવી.

આ પ્રમાણે વરદાન માંગી દુર્વાસામૂનિના ક્રોધનો ભોગ પાંડવો બને તે હેતુ સાથે દુર્યોધને કહ્યું ત્યારે દુર્વાસામૂનિ કહે છે, "ભલે ત્યારે, વરદાન આપ્યું." પછી દૂર્યોધનને ત્યાંથી દુર્વાસામૂનિ નિકળી અને પાંડવોને ત્યાં જવા રવાના થયા અને પાંડવોને ત્યાં બરોબર તેવા સમયે પહોંચ્યા કે, પાંચે પાંડવો અને દ્રૌપદીજીએ તો ભોજન કરી લીધું હતું. તેમની પાસે એક અક્ષયપાત્ર હતું. 

+++ +++

ગામના લોકોએ આશ્ચર્યથી પૂછ્યું, "આ પરિવર્તન કેવી રીતે આવ્યું?"

ધર્મદાસે જવાબ આપ્યો, "મારી પાસે કોઈ ચમત્કાર નથી. ભગવાન પરની શ્રદ્ધા, સારા કર્મ અને યોગ્ય સમયની રાહ જોવાનો ધીરજભર્યો વિશ્વાસ જ મારું સાચું ધન છે."


વૈદિક જ્યોતિષ અનુસાર જન્મકુંડળી વ્યક્તિના પૂર્વકર્મો અને જીવનની સંભાવનાઓ દર્શાવે છે. પરંતુ કુંડળીમાં દર્શાવેલા શુભ યોગોનું ફળ પણ ત્યારે વધુ પ્રબળ બને છે જ્યારે વ્યક્તિ શ્રદ્ધા, સત્ય અને સદ્આચરણનું પાલન કરે.


તે અક્ષયપાત્રમાંથી જ્યાં સુધી દ્રૌપદીજી ન જમે ત્યાં સુધી જેટલા લોકો આવે તેટલા લોકો જમી જાય એવું વચન હતું. બાકી તેમની પાસે બીજું કાંઇ ધનધાન્ય તે સમયે ન હતું. દુર્વાસામૂનિ દ્રૌપદીજીને સંબોધીને કહે છે, "બેટા, હું મારા દસ હજાર શિષ્યો સાથે તારે ત્યાં અતિથિ થઇને આવ્યું છું અને અમે સૌ સ્નાન કરીને આવીએ છીએ. પછી ભોજન તમારે ત્યાં લેશું." 

કહી અને દુર્વાસામૂનિ તો નાહવા રવાના થઇ ગયા. બીજી બાજુ સૌથી વધુ દ્રૌપદીજી ગભરાયાં તેમની આંખોમાં ઝરઝરીયા આવી ગયા. તેમને ખરા હૃદયથી શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો સાક્ષાત પરમાત્મા હતા. 

+++ +++

જ્યારે જન્મનો ચોક્કસ સમય ઉપલબ્ધ ન હોય, ત્યારે પ્રશ્નકુંડળીનો આશરો લેવામાં આવે છે. જે ક્ષણે પ્રશ્ન પૂછવામાં આવે છે, તે ક્ષણના ગ્રહસ્થાનના આધારે બનાવવામાં આવેલી પ્રશ્નકુંડળી ઘણીવાર યોગ્ય માર્ગદર્શન આપે છે. પરંતુ પ્રશ્ન પૂછનારના મનમાં વિશ્વાસ, નિષ્ઠા અને સચ્ચાઈ હોવી પણ એટલી જ આવશ્યક માનવામાં આવે છે.

તે જાણી ગયા કે, દ્રૌપદીજી અને પાંડવો મોટી આફતમાં છે અને દુર્યોધને દુર્વાસામૂનિનો સાપ પાંડવોને લાગે એ માટે આ આયોજન કર્યું છે. 

ગોચરના ગ્રહો જીવનમાં સમયાંતરે બદલાતી પરિસ્થિતિઓ દર્શાવે છે. ગુરુનો શુભ ગોચર જ્ઞાન, સંતાનસુખ, ધન અને આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને છે. શુક્ર સુખ અને સમૃદ્ધિ આપે છે. ચંદ્ર મનને સ્થિર કરે છે. જ્યારે શનિ, રાહુ કે કેતુની પ્રતિકૂળ અસર દરમિયાન ધીરજ, સંયમ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્તિને મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ આપે છે.


શ્રી વિષ્ણુ પુરાણમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન ભક્તના વૈભવને નહીં, પરંતુ તેના ભાવ અને શ્રદ્ધાને સ્વીકારે છે. શુદ્ધ હૃદયથી કરાયેલું નાનું દાન પણ મહાન પુણ્ય સમાન બની શકે છે.


એટલે દ્રૌપદીજીએ કરેલા સ્મરણથી ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, "કેમ દ્રૌપદીજી, તમે આજે ચિંતામાં છો ?"

દ્રૌપદીજીએ સઘળી હકિકત કહી સંભળાવી. એ સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને કહ્યું. "તમે જેમાંથી ભોજન લ્યો છો તે અક્ષયપાત્ર લઇ આવોને..." 

+++ +++

શ્રદ્ધાના મુખ્ય નિયમો


- ભગવાનમાં અડગ વિશ્વાસ રાખવો.

- સત્ય, ધર્મ અને સદ્આચરણનું પાલન કરવું.

- ગુરુ, માતા-પિતા અને વડીલોનો આદર કરવો.

- દૈનિક પ્રાર્થના, જપ અથવા ધ્યાન કરવું.

- પોતાના કર્મને ઈશ્વરને સમર્પિત ભાવથી કરવું.

- મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને શ્રદ્ધા ન ગુમાવવી.


દ્રૌપદીજી અક્ષયપાત્ર લઈ આવ્યા તેમાં બરોબર જોયું તો એક ચોખાનો દાણો જોયો તે લઇ અને ભગવાન શ્રીકૃષ્ણએ તરત જ મોઢામાં મૂકી દીધો અને પછી તરત જ ઓડકાર ખાધો. આ બાજુ નાહી રહેલા દુર્વાસામૂનિ અને તેમના દસ હજાર શિષ્યોના પેટ ભરાઇ ગયા.

+++ +++

શ્રદ્ધાનું ફળ


- મનમાં શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે.

- જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા શક્તિ મળે છે.

- પ્રતિકૂળ સમયમાં ધૈર્ય પ્રાપ્ત થાય છે.

- શુભ ગ્રહોના ફળ વધુ પ્રબળ રીતે અનુભવાય છે.

- પરિવાર, સમાજ અને આધ્યાત્મિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

- ભગવાનની કૃપાનો અનુભવ થવા લાગે છે.

આથી દુર્વાસામૂનિ જાણી ગયા કે, જરૂર આ ભગવાન શ્રીકૃષ્ણની લીલા છે અને તે પાંડવો પાસે પહોંચી ગયા છે. માટે હવે ત્યાં જવામાં માલ નથી. એમ પરિસ્થિતિને પામી જઈ અને તે પાંડવોને ત્યાં ન જતાં પોતાના શિષ્યો સાથે બારોબાર પોતાના આશ્રમે જતાં રહ્યાં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,

+++ +++

 "પાંડવો અને દ્રૌપદીજી, હવે તમે ચિંતા છોડી આરામ કરો. દુર્વાસામૂનિ અને તેમના શિષ્યો તો ક્યારનાય પોતાના આશ્રમે પહોંચી ગયા છે." આમ, કહી પાંડવોની ફરી એકવાર રક્ષા કરી અને ભગવાન શ્રીકૃષ્ણએ ત્યાંથી વિદાય લીધી.

વૈદિક પરંપરાનો સાર એ છે કે જ્યોતિષ માર્ગ બતાવે છે, પરંતુ શ્રદ્ધા એ માર્ગ પર ચાલવાની શક્તિ આપે છે. જન્મકુંડળી, પ્રશ્નકુંડળી અને ગોચરના ગ્રહો જીવનના સંકેતો આપે છે, જ્યારે શ્રદ્ધા, સદ્કર્મ અને ઈશ્વરભક્તિ તે સંકેતોને શુભ ફળમાં પરિવર્તિત કરવાની પ્રેરણા આપે છે.


amazon


:: ભજન ::

હરિ મારું મનડું મન મોહનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

હરિ મારી પ્રિત પ્રભુ દર્શનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

હરવું ફરવું રમવું જમવું

જુગવવારે સંચરવું,

હરિ મને રૂચે નહીં જીવનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

સગા સંબંધી સુત વીત નારી

કડવા લાગે સહુ સંસારી,

હાંરે મારું અકળામણ બંધનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

નીંદરડીમાં ઝબકી જાગી

ચારે દિશાએ નિરખવા લાગી,

હાંરે નવ દેખું શ્યામ સદનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

ભાગ્ય અમારા ક્યારે ઉગડશે ?

ક્યારે મળશે કૃષ્ણ કનૈયા ?

હાંરે એની તાલાવેલી તનમનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

"વલ્લભ" ના સ્વામીને મળવા

મને ફરવું વન ઉપવનમાં,

હરે મારું મનડું મન મોહનમાં,

મને ગમતું નથી ભુવનમાં

!!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏

+++ +++

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++