pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: 2026

Adsence

Wednesday, May 27, 2026

દયાળુ રાજા :

દયાળુ રાજા : 

દયાળુ રાજા :

જયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા ત્યારની આ વાત છે. 

તેની દ્વારકા નગરીમાં એક પ્રજ્ઞાચક્ષુ ( બંધ ) પુરૂપ રહેતો હતો. 

તેને એક પત્ની અને એક પુત્ર હતા. પિતા - પુત્ર ઘેર ઘેર ભીક્ષા માંગી અને જીવન નિર્વાહ ચલાવતા હતા. 

જે નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ હોય તે નગરીની પ્રજા દયાળુ હોય એ તો સ્વાભાવિક જ છે. 

આ પ્રજ્ઞાચક્ષુ ( બંધ ) એવો પુરૂષ ખૂબ જ સંતોષી અને ભલો હતો અને પોતાના કુટુંબ જેટલું મળી રહે એટલે તે વધુ ભીક્ષા માટે પણ ન ફરતો. 

ગામને છેવાડે એક નાનું ઝુપડું બનાવી અને તેમાં એ કુટુંબ રહેતું હતું. 

પોતાના જીવનમાં સંતોષ અને આનંદ હતો. 

કુટુંબના ત્રણેય સભ્યોને કોઇપણ પ્રકારનું દુઃખ જ ન હતું. 

આવા એ કુટુંબમાં એક દિવસ વિચિત્ર બનાવ બની ગયો. 

તે પ્રજ્ઞાચક્ષુનો પુત્ર સમુદ્ર કિનારે રમવા ગયો. 

ત્યાં તે રેતીના ઝુપડાં બનાવતો હતો. 

ત્યારે ત્યાં એક બીજો છોકરો આવ્યો. તેણે આવીને આ પ્રજ્ઞાચક્ષુના પુત્રએ બનાવેલા ઝુંપડાને ભાંગી ત્યારે વિવેક સાથે પ્રજ્ઞાચક્ષુના છોકરાએ કહ્યું, 

"ભાઇ, હું માટીના ઝુંપડા બનાવું તેને તું ભાંગી નાખે છે તને આમ કરવું શોભતું નથી."  

આ સાંભળી અને છંછેડાયેલો તે છોકરો કહેવા લાગ્યો, "તું જ્યાં જ્યાં ઝુંપડા બનાવીશ ત્યાં ત્યાં હું તોડી નાખીશ. 

કારણ કે ઝુંપડામાં રહેનારા ગરીબોને હું ધિક્કારું છું."

દયાળુ રાજા :


INDICAST 8" Tirupati Balaji Fine Metal Finish Idol Decorative Showpiece Handcrafted Tirupati Balaji Murti for Home Office and Gifting Purpose Sculpture, Golden, Pack of 1

Visit the INDICAST Store   https://amzn.to/3Pv62M2


આમ, તેણે ગરીબ છોકરાનો તિરસ્કાર કર્યો. 

ગરીબાઇને લીધે તિરસ્કૃત થયેલા એવા તે પ્રજ્ઞાચક્ષુના પુત્રને આ વાત સાંભળી અને ક્રોધ તો ચડ્યો તેમ છતાં તેણે મન ઉપર કાબૂ રાખી તે છોકરાને કહ્યું, 

"જો ભાઇ, કોઇ ગરીબની આ રીતે હાંસી ઉડાવવી એ યોગ્ય નથી. ''

ત્યારે પેલો છોકરો તેના વિશે જેમ તેમ બોલવા લાગ્યો, એટલે પ્રજ્ઞાચક્ષુના છોકરાને ખૂબ જ ક્રોધ ચડ્યો અને ક્રોધમાંને ક્રોધમાં તેણે પેલા છોકરાને માર માર્યો. 

માર મારતા તો મારી ગયા પછી જાણ્યું કે, પોતે કોના છોકરાને માર માર્યો છે ? 

તે સાંભળી ગભરાઇ અને ત્યાંથી ભાગ્યો અને પોતાના પિતા પાસે ઘેર ઝુંપડીમાં પહોંચી ગયો. 

પછી પિતાને સઘળી હકિકત કહી સંભળાવી અને કહ્યું કે, "તે છોકરો બીજો કોઇ નહીં પણ આપણા રાજા શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન હતો.

" આ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની તો ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, "

બેટા, તે આ શું કર્યું? 

રાજાના પુત્રને ક્યારે માર મરાય? 

તે આ મોટી ભૂલ કરી છે.
+++ +++
બેટા ગમે તેમ તોય રાજા એટલે રાજા. 

તારી આ ભૂલની સજા આપણને સૌને ભોગવવી પડશે. 

એટલું જ નહીં પોતાના પુત્રને માર ખાધેલો જોઇ અને બળવાન એવા શ્રી કૃષ્ણનો આપણને ઘાસની પેઠે ઉખાડી અને ફેંકી દેશે. 

બેટા, તને આવી કુબુધ્ધિ કેમ સુઝી ? "
+++ +++
આમ, જયારે પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની વિલાપ કરી રહ્યાં હતાં ત્યાં તો સાક્ષાત શ્રી કૃષ્ણ તેના પુત્ર અને સૈનિકોને સાથે લઇ પ્રજ્ઞાચક્ષુની ઝુંપડી પાસે આવ્યા. 

તેમનો કોલાહલ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ, તેનો પુત્ર અને પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા અને પ્રજ્ઞાચક્ષુ એવા એ ગરીબ તો થરથર કાંપતા બે હાથ જોડતા મહારાજા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, 

"મહારાજ હું અંધ ગરીબ છું અને મારા પુત્ર એ તમારા પુત્રને માર માર્યો તે જાણી મને ખૂબ જ દુઃખ થયું. તેણે અજાણતા જ આ દોષ કર્યો છે. 

તો આપ તો વિશાળ હૃદયના છો અને મારા બાળકને અલ્પ બુદ્ધિ જાણી અને આપ ક્ષમા કરો એવી મારી નમ્ર વિનંતી છે.
+++ +++
એ આગળ કંઇ બોલે તે પહેલાં શ્રી કૃષ્ણ બોલ્યા, 

"હું તમારા ત્રણેયની કર્મ - કથની જાણું છું. 

માટે જ હું તમારે આંગણે આવું છું. પ્રદ્યુમન આજે નાનો બાળક છે અને તે જો રમતમાં ગરીબ બાળકોના માટીના ઝુંપડા તોડે તો ભવિષ્યમાં તે રાજા થશે ત્યારે જો ગરીબ લોકોની ઉપર પણ આવો જ અત્યાચાર કરે તો? 

તેથી મેં તેને સત્ય સમજાવ્યું અને તમને તે જ કહેવા આવ્યો છું કે, તમે આ બાબતે કોઇપણ પ્રકારની જરાયે ચિંતા ન કરતા.
+++ +++
આમ કહેતા શ્રીકૃષ્ણએ પોતાની યોગ શક્તિ વડે તે પ્રજ્ઞાચક્ષુની બન્ને આંખો ઉપર હળવેકથી હાથ ફેરવ્યો ત્યારે તરત જ તે પ્રજ્ઞાચક્ષુની આંખોમાં દ્રષ્ટિનો સંચાર થયો અને તે બધું જ જોવા લાગ્યો. 

સામે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને જોઇ તેને ચરણોમાં પડી જઈ અને તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. 

ત્યારે ભગવાને તે ગરીબને કહ્યું, આજ દિવસ સુધી તે ખૂબ જ દુઃખ ઉઠાવ્યા છે. 

હવે આજથી તને કોઇ જાતનું દુઃખ નહીં રહે તેવી વ્યવસ્થા કરું છું કહી ભગવાને તેને ઐશ્વર્ય પણ આપ્યું.
+++ +++
:: ભજન ::

ધન્ય એકાદશી એકાદશી,

કરીએ તો વ્રજ સુખ પામીએ.

મારે એકાદશીનું વ્રત સારું છે,

એ તો પ્રાણજીવનને પ્યારું છે.

એ તો પ્રભુ પાસે લઇ જનારું છે, ધન્ય...

કોઇ બારેમાસ કરે એકાદશી,

તેના અંતરમાં વશે અવિનાશી.

નહીં કરશે તે જશે હાથ ઘસી, ધન્ય...

મારે ગંગા ઘાટે જાવું છે,

મારે જમુના જળમાં ન્હાવું છે.

મારે ભવસાગર તરી જાવું છે, ધન્ય...

જેણે એકાદશીના વ્રત કીધાં છે,

તેના પાંચ પદારથ સીધ છે.

તેને પ્રભુએ પોતાના કરી લીધા છે, ધન્ય...

અંબરીષે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાએ દીધું છે.

રસ "કલ્યાણ " રાયે પીધું છે, ધન્ય...

દયાળુ રાજા :


સેવાનું ફળ :


એકવાર ભગવાન શ્રીકૃષ્ણ બેઠા બેઠા શેરડી ખાતા હતા. 


ત્યારે તેમની પાસે તેમની અષ્ટ પટરાણીઓ પણ બિરાજી રહી હતી તે ઉપરાંત દ્રૌપદીજી પણ ત્યાં હાજર હતા. 


સૌ વાતોમાં મગ્ન હતા અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. 

તેમાં અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી છોલતા ચીરો પડી ગયો અને આંગળીમાંથી લોહી નિકળવા લાગ્યું. 

એકાએક બનાવ બનતા અષ્ટ પટરાણીઓ ગભરાયા અને ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બાંધવા માટે લીરો શોધવા દોડા દોડી કરવા લાગ્યો. 

ત્યાં બેઠેલા દ્રૌપદીજીએ પણ ભગવાનના હાથમાંથી લોહી વહેતા જોયું તેથી તેમને પણ પારાવાર દુઃખ થયું પછી એક પળની પણ ચિંતા કર્યા વગર 

તેમણે પોતાની નવી નકોરી સાડીના છેડેથી એક લીરો ફાડી અને તેનો પાટો બનાવી અને ભગવાન શ્રીકૃષ્ણને તુરંત જ બાંધી દીધો.
+++ +++
જયારે પટરાણીઓ પાટા લઇને આવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બંધાયેલો જોઇ અને તેઓ આશ્ચર્યમાં પડી ગઇ. 

પછી સર્વે વિગત જાણી અને સૌને થયું કે, અમે અમારા પત્ની વ્રત ધર્મ બજાવવામાં નિષ્ફળ રહ્યા. 

હવે ભગવાન શ્રી કૃષ્ણની દ્રૌપદીજીએ કરેલી આ સેવાનો બદલો ભગવાને સતત તેનું રક્ષણ કરી અને વાળ્યો. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના ચીર હરણ થયા ત્યારે તેની લાજ રાખી એટલું જ નહી. 

જ્યારે દુર્વાસામુનીને કૌરવોએ કપટથી પાંડવોને ત્યાં ભોજન માટે મોકલ્યા ત્યારે પણ ભગવાને દ્રૌપદીજીની લાજ રાખી. 

જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે ત્યારે 

આખરે દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણને ખરા અંતઃકરણપૂર્વક યાદ કરતા અને ભગવાન શ્રીકૃષ્ણ પણ તુરંત જ હાજર થઇ જતા અને પોતાની લીલા વડે પળવારમાં તેઓ પાંડવોના દુઃખને દૂર કરી દેતા.
+++ +++
ભગવાન શ્રીકૃષ્ણની સેવાનું ઉત્તમ ફળ દ્રૌપદીજીએ પ્રાપ્ત કર્યું. 

ભગવાન ખરેખર ભાવનાના ભૂખ્યા છે તે આ પ્રસંગ પરથી જગતને બતાવ્યું છે એટલું જ નહીં નાની એવી પાટો બાંધવાની સેવાથી પ્રસન્ન થયેલા પ્રભુ દ્રૌપદીજીની સેવાને ક્યારે ભૂલ્યા નથી. 

ભગવાન શ્રી કૃષ્ણએ જે ફરજો બજાવી છે તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી. 

તેઓ વિદ્યાર્થીકાળમાં પોતાને ગુરૂને ત્યાં ભણતા હતા. 

સાંદિપની ઋષિ ભગવાન શ્રીકૃષ્ણને ભણાવતા. 

ખૂબ જ સંતોષી એવા આ ઋષિને ત્યાં ભણતર પૂરું કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂદેવને કહે છે, 

"ગુરૂદક્ષિણા આપ્યા વિના વિદ્યા ફળે નહીં માટે હે ગુરૂદેવ, તમે કહો તે ગુરૂદક્ષિણામાં આપવા તૈયાર છું." 

પરંતુ ગુરૂદેવ કંઈ લેવા તૈયાર નથી. ખૂબ રકઝક થઇ પણ અંતે સાંદિપની ઋષિએ કશું જ ન લેવા કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ગુરૂપત્ની પાસે જઇ કહે છે, 

"હે ગુરૂમાતા, ગુરૂજી તો ગુરૂદક્ષિણામાં કશું જ લેવા તૈયાર નથી. પરંતુ તમે કંઇક માંગો તમે જે દક્ષિણામાં માંગશો તે આપવા હું તૈયાર છું." 

ત્યારે ગુરૂમાતા કહે છે, "બેટા, અમે તો સંતોષથી જીવનારા બ્રાહ્મણ છીએ. 

આમ છતાં પણ તમે કંઇક આપવા જ માંગતા હોવ અને આપી શકવાને શક્તિમાન હો તો હું કુટુંબ સહિત તિર્થક્ષેત્ર સેવા પ્રભાસમાં ગઈ હતી. 

ત્યાં સાગરમાં મારો પુત્ર ડૂબી ગયો છે તે જો પાછો લાવી આપો તો મારા અંતઃકરણને સંતોષ થશે."
+++ +++
ત્યારે ગુરૂદક્ષિણા ચૂકવવા મક્કમ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂમાતાએ કહેલી સેવાનું ફળ આપવા યમરાજ પાસે જઇ અને તેમના પુત્રને લઈ અને પાછા આવી પોતાના ગુરૂ અને ગુરૂમાતાને તેમનો પુત્ર સોંપી અને ગુરૂદક્ષિણા ચૂકવે છે. 

આમ, ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સેવાનું ફળ આપવા હંમેશા તત્પર રહ્યાં છે. 

જગતને આનંદ આપનારા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવા મળે તે પણ માટે સૌભાગ્યની વાત ગણાય.
+++ +++
:: ભજન ::

વારી વારી શ્રી ગીરધરલાલ તમારા લટકાને

હું વારી સુંદર શ્યામ તમારા લટકાને.

લટકે ગીરી ગોવર્ધન તોલ્યો લટકે પર્વત વારી રે,

લટકું જઇ જમુનામાં કીધું, હાલે લટકે નાથ્યોકાલી.

લટકે વનમાં ધેનુ ચરાવી, લટકે વાર્યો વાસ રે,

લકટે દાવાનળને પીધો વહાલે લટકે માર્યો કંસ.

લટકે નરસિંહ રૂપ ધરીને, થંભમાં લીધો વાસરે,

હાથે હરિએ હિરયાકંશ્યને માર્યો, ઉગાર્યો પ્રહલાદ.

લટકે વામન રૂપ ધરીને , ગયા છે બલીને દ્વાર રે,

ત્રણ ડગલામાં પ્રથ્વી લીધી, બલીને ચાંપ્યો પાતાલ.

લટકે રઘુવીર રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,

લટકે રાવણ રણમાં રાખ્યો, વહાલે લટકે સીતા વારી.
हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 
+++ +++


+++ +++


Tuesday, May 26, 2026

દ્રૌપદીની ક્ષમાશીલતા

દ્રૌપદીની ક્ષમાશીલતા:  


દ્રૌપદીની ક્ષમાશીલતા:  


મહાભારતના યુદ્ધ સમયની વાત છે. મહાભારતનું યુદ્ધ પુરું થયું ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની સાથે જ્યાં પાંડવોના તંબુ હતા ત્યાં થોડે દૂર કોઇ કારણોસર ગયા હતા. 


આ તંબુઓમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન પાંડવ પક્ષની રાણીઓ, નારીઓ અને નાના બાળકો રહેતા હતા. 


કૌરવ પક્ષે રહેલા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને જાણ થઇ ગઇ કે આજે પાંડવોના તંબુઓમાં સ્ત્રી અને બાળકો સિવાય બીજો કોઇ ત્યાં નથી. 


દ્રૌપદીની ક્ષમાશીલતા



StonKraft Brass Wall Hanging Diya (Gold_7.9 Inch X 7.9 Inch X 5.9 Inch)

Visit the StonKraft Store   https://amzn.to/3PJgak8


તે તેનો લાભ લઇ દ્રૌપદીના પાંચ પુત્રોનું ગળું કાપી તેમની હત્યા કરી નાખી અને પાંડવોના શિબિરમાં આગ લગાડી દીધી.

આ ઘટના બની તે દરમ્યાન વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો જયારે તે તંબુઓ પાસે પહોંચ્યા અને જુએ છે તો સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરી રહી છે અને દ્રૌપદીજી ભારે આક્રંદ કરી રહ્યાં હતા. અને તેના પાંચ પુત્રોના મસ્તક કપાયેલા ધડ પડ્યા હતા. 

આ ઘટના જોઇ અને પાંચેય પાડવ ભાઇઓ તો ક્રોધિત થઇ ગયા. 

ગુસ્સામાંને ગુસ્સામાં અર્જુન દ્રૌપદીજીને કહે છે કે, "તું ધીરજ રાખ, 
+++ +++
આ દુષ્કૃત્ય કરનારા એ અશ્વત્થામાને તેણે જે નીંદનીય કર્મ કર્યું છે તેનું ફળ અવશ્ય મળશે. તેને ઉચિત છે તે હું આપીશ. 

હું એનું માથું કાપી અને તારા ચરણોમાં મુકીશ. જેથી તારો શોક દૂર થાય." ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને સીધા અશ્વસ્થામા પાસે ગયા, 


દ્રૌપદીની ક્ષમાશીલતા


ત્યારે ત્યાં અર્જુન અને અશ્વસ્થામાં વચ્ચે ભીષણ યુદ્ધ થયું. 

ત્યાં આખરે અર્જુને પોતાની કુનેહ વડે અશ્વત્થામાને કેદ કર્યો પરંતુ તેને મારવાનું અર્જુનને યોગ્ય ન લાગ્યું. 
+++ +++
કારણ કે ગમે તેમ તોય અશ્વસ્થામાં ગુરૂપુત્રખરો ને. તેથી કેદ કરેલ અશ્વત્થામાને મજબૂત દોરડા વડે બાંધી પોતાના રથમાં નાખી અને તંબુઓ પાસે લાવ્યા અને જયાં દ્રૌપદી બેઠા હતા 

તે જગ્યાએ ઊભો રાખી દીધો. ત્યાં હાજર રહેલા બધા જ તેના પર બાળ હત્યા કરવા બદલ ફિટકાર વરસાવતા હતા. 

તેને જોઇને ભીમ પણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને દાંત કચકચાવતાં ભીમે ક્રોધમાંને ક્રોધમાં કહ્યું, 

"આ બાળ હત્યારાને હમણાને હમણાં મારી નાખવો જોઇએ. એક ક્ષણવાર પણ તેને જીવતો રહેવા દેવો જોઇએ નહીં, કારણ કે તેણે હવે તેને જીવતા રહેવાનો અધિકાર ખોઇ નાખ્યો છે." 

આ સમયે દ્રૌપદીજીએ ધીરજ ધારણ કરી અને મોક્ષના પાંચ પુત્રોના મૃત શરીર પાસે બેઠી હતી. ત્યારે પોતાના પુત્રોનો હત્યારો સામે કેદ થયેલો ઊભો હતો. 
+++ +++
તેની નજર નીચી હતી તેને જોઇ અને તેના ઉપર દયા ખાતા ખાતા દ્રૌપદીજી કહે છે, 

"અરે ! તમે સૌએ સાથે મળી અને આ શું કર્યું ? 

તમને જે ગુરૂએ અન્ન, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું તે ગુરૂના પુત્રને આજે તમે કેદ કર્યો. 

મહેરબાની કરીને તમે અને જલદી છોડી મૂકો. 

તેનો તો ઠીક પણ તેની માતાનો તમે વિચાર કરો. 
+++ +++
પુત્રના મૃત્યુથી જે શોક ઉત્પન્ન થાય છે તે શોક કેવો હોય તે મેં અનુભવ્યો છે અને અત્યારે તે અનુભવમાંથી જે હું પસાર થઇ રહી છું. 

માટે તેમની માતા કૃપીદેવી એ તમારા અને મારા માટે અત્યંત પૂજનીય છે. 

તેમને પણ મારી જેમ શોક ઉત્પન્ન ન થાય અને રડવું ના પડે તે માટે તત્કાલ છોડી મૂકો."
+++ +++
આમ, દ્રૌપદીજીની સહનશીલતા અને ક્ષમાશીલતા જોઇ અને ત્યાં હાજર રહેલ સૌ કોઇ દંગ રહી ગયા. 

ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે ચડાવી અને અશ્વસ્થાના મસ્તકનો મણી ઝૂંટવી લઈ અને ત્યાંથી જવા દીધો. 

આવી મહાન આર્યનારીને આજે પણ જગત તેની આ મહાનતા માટે યાદ કરે છે.
+++ +++
:: ભજન ::

આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,

ફૂલની ગાદીને ફૂલના તકિયા,

ફૂલના બીદડા બિછાવીએ રે...કાલ...

સોનાના સોંગઠાને રેશમની ચોપાટ,

હિરલાના પાસા ડેલાવીએ રે...કાલ...

સોનાનું પારણું ને રેશમની દોરી,

હરખે શ્રીનાથજીને હલાવીએ રે...કાલ...

વાણીના મેહુલાને આનંદની હેલી,

સુખને સરવડે ભીંજાવીએ રે...કાલ...

"વલ્લભ"ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,

વલી વલી મુખડા નિહાળીએ રે...કાલ...
+++ +++

નિષ્કામ ભક્તિનું ફળ :


એક વખત અર્જુનને લઇ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક પર ફરવા નિકળ્યા હતા. 


ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. 


ત્યાં રસ્તામાં એક ગાયને જોઇ. એ ગાય પીડાતી હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. 

ત્યાં અર્જુનનું મન આ દ્રશ્ય જોઈ અને ખીન્ન થઇ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, 

"હે પ્રભુ, આ કોઇ રોગથી પીડાઇ રહેલ ગાયને મુક્તિ આપો. તમે આ ગાય ઉપર દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "
+++ +++
પૂર્વ જન્મમાં તેણે જે કર્મો કરેલા છે, 

તેના ફળ તે ભોગવી રહી છે. તેમ છતાં જો તને દયા આવતી હોય તો તું એક કામ કર. 

"તે કોઈ મારું તપ કર્યું હોય તો તેનું ફળ તું આ ગાયને સંકલ્પ કરીને આપ તો તે ગાય જરૂર મુક્તિને પામશે."

આમ, કહેવા પાછળનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અર્જુન સમજી ન શક્યો. 

અર્જુનને મનમાં અભિમાન હતું કે, મારા જેવા જપ-તપ તો કોઇએ નથી કર્યા. 

તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભીમાન ઉતારવા માંગતા હતા. તેથી અર્જુને સંકલ્પ કર્યો કે, 
+++ +++
" જે જપ - તપ મેં કર્યા છે તેનું ફળ આ ગાયને અર્પણ કરું છું." 

પણ તેના અભિમાનને કારણે ગાયની અવસ્થામાં કંઈ જ ફેર ન પડ્યો એટલે અર્જુન મુંઝાઈ ગયો. 

પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારી સાથે ચાલ તારી ઇચ્છા આજે આપણે પૂર્ણ કરશું.

આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઇ અને પાસેના એક ગામમાં ગયા. 

ત્યાં એક ઘર પાસે ઊભા રહ્યા. 

તે ઘરમાં એક મોટી ઉંમરના ડોશીમાં રહેતા હતા. 

તેની નજર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પર પડી તેથી તેને લાગ્યું કે, કોઇ યાચક આવ્યા લાગે છે. 
+++ +++
તેથી તેને આપવા માટે ઘરમાંથી કશુક લઇને ડોશીમાં બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, 

"અમને ભીક્ષામાં કોઇ વસ્તુ નથી જોઇતી પરંતુ જુદા જ પ્રકારની ભીક્ષા અમને જોઇએ છે. 

તમે આપશો ?" 

ડોશીમાં કહે છે, 

"તમને જે જોઇતું હોય તે આપવા માટે હું તૈયાર જ છું. જે વસ્તુ મારી પાસે હશે તે આપવા હું તૈયાર છું."
+++ +++
જુઓ, પાસેના જંગલ વિસ્તારમાં એક બિમાર ગાય પડી છે. 

તેને મુક્તિ મળે તે માટે તમે તમારા પુણ્યમાંથી ફળ આપો 

તો તે ગાયની મુક્તિ થઇ જાય અને તેને લીધે પીડામાંથી તેને મુક્તિ મળે.  

ડોશીમાં કહે છે, 

"બીજું તો મેં શું તપ કર્યું હોય ? 

પરંતુ હું સતત ભગવાનનું નામસ્મરણ કરતી રહું છું અને આજ દિવસ સુધી મેં સતત પુરુષોત્તમ માસ નીતિ નિયમ પૂર્વક કર્યા છે. 

આમ છતાં પણ મારાથી એ વ્રતમાં ભૂલ ચૂક રહી ગઈ હોય છતાં મારું કંઈ પુણ્ય હોય તો તે ગાયને મુક્તિ અપાવવા મદદરૂપ થાય તો તેને તે ફળ આપવા હું તૈયાર છું." 
+++ +++
પછી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તે ડોશીમાં એ ત્રણેય ગયા સીધા ત્યાં જ્યાં ગાય પીડાતી હતી. 

પછી જમણા હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યું, 

મેં આજ દિવસ સુધી અધિકમાસનું વ્રત નિષ્ઠા અને શ્રધ્ધા પૂર્વક કર્યું હોય અને તેનું જો મને કંઇ ફળ પ્રાપ્ત થયું હોય તો તે પુણ્ય ફળમાંથી ફળ અર્પણ કરવાથી આ ગાયને મુક્તિ મળે તો તે માટે હું મારા પુણ્યનું ફળ આપવા અંતઃકરણ પૂર્વક સંકલ્પ કરું છું.
+++ +++
આ સંકલ્પ ચાલી રહ્યો હતો ત્યારે પણ અર્જુન વિચાર કરી રહ્યો હતો કે, મારી ભક્તિ પાસે આ ડોશીમાની ભક્તિ શું વિસાત માં...? 

પરંતુ ડોશીમાં આ સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાય તો સદેહે સ્વર્ગના માર્ગે ઉપડી ગઈ. 

આ દ્રશ્ય જોઇને આખરે અર્જુનને રહસ્ય સમજાયું. 

તેનું અભિમાન ઉતરી ગયું અને તરત જ પોતાની ભૂલ સમજાતા તે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કહ્યું, 
+++ +++
"હું સમજી ગયો છું કે, તમે મારું અભિમાન ઉતરવા માટે જ આ લીલા કરી હતી." 

ત્યારે પોતાના પરમ ભક્તોમાના એક એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો કરી અને પોતાની છાતી સરસો ચાપી તેના વાસામાં વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું, 

" હે પાર્થ, મને મારો ભક્ત અભિમાન કરે તે જરાય ન ગમે. માટે હું મારા ભક્તોનું સૌ પ્રથમતો અભિમાન ઉતારું છું પછી જ મારું શરણ આપું છું."

વળી, જે ભક્ત મારી ભક્તિ કરી તે ભક્તિનું અભિમાન કરે તેની ભક્તિ પણ નિષ્ફળ 

જાય છે. પછી ભગવાને અને અર્જુને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ કરી અને ડોશીમાને દર્શન આપ્યા અને તે ડોશીમાને ગૌલોકમાં પ્રવેશ આપ્યો.
+++ +++
:: ભજન ::

શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર સદાયે તું જપતો જા.

આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા.

મન વાણી કાયા વશ રાખી (૨)

મમતાનો બોજો દૂરનાખી

ધન દીધું જો ધણીએ તુજને,

પેટ ભૂખ્યાના ભરભરતો જા. આવ્યો છે તો...

આ જગતમાં તું મહાન કહાવે (૨)

આશા કરી કોઇ આંગણે આવે,

દીન દુઃખીયાની વાતો તારા

કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે તો...

હું પદની ગ્રંથીને છેદી (૨)

માયાના ઘેરા ગઢ ભેદી ,

પ્રકાશમય શ્રી પ્રભુના પંથે,

હળવે હળવે તું સરતો જા. આવ્યો છે તો...

" ગોવિંદ " ગુરૂના શરણ ગ્રહીલે (૨)

દુ : ખ પડે તો દુઃખ સહી લે,

માન સાગરના મોંઘા મોતી.

હિંસ બનીને ચરતો જા. આવ્યો છે તો...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 
+++ +++


+++ +++

Friday, February 27, 2026

धारी देवी के सर के पीछे है मीरा बाईसा के आखिरी पल:-

धारी देवी के सर के पीछे है मीरा बाईसा के आखिरी पल :-

धारी देवी के सर के पीछे है :

दिल दहला देने वाली कहानी :  

आज जानेंगे धारी देवी मंदिर के इतिहास के बारे में, जो की देवभूमि उत्तराखंड की सबसे प्रसिद्द देवी मानी जाती है, धारी देवी का मंदिर उत्तराखंड के पौड़ी  जिले में कल्यासौड़ नामक स्थान में धारी गांव में है, अलकनंदा  नदी के बीच में बसा ये मंदिर बेहद खूबसूरत है।

केदारनाथ और बद्रीनाथ जाते समय लोग धारी देवी के दर्शन जरूर करते है, माना जाता है की धारी देवी उत्तराखंड के चारो धामों की रक्षक है, माँ धारी के आशीर्वाद से ही लोग चार धाम की यात्रा सफल रूप से कर पाते है, लेकिन जब माँ धारी देवी अपने रौद्र रूप में होती है तो किसी को नहीं बख्शती।


धारी देवी के सर के पीछे है मीरा बाईसा के  आखिरी पल:-



Mad Masters Mata Saraswati Devi Goddess of Knowledge Painting Photo Frame for Living Room, Bedroom, Home Decor and Wall Decoration (MM 1630, 8x12 Inch, Canvas, Without Plexi Glass)

Visit the Mad Masters Store https://amzn.to/4s6BWMc

धारी देवी एक रहस्यमयी देवी है,जो भक्त माँ के इस मंदिर में आता है, वो यह चमत्कार अपनी आँखों से देख सकता है, जो भी यहाँ आया उसने देखा की माँ 1 दिन में अपने रूप को एक दिन में तीन बार बदलती है, सुबह छोटी बालिका के रूप में, दिन में यौन अवस्था में, और संध्या को वृद्ध अवस्था में अपने भक्तो को दर्शन देती है।  

इसके साक्ष वो लोग है जो यहाँ माँ के दर्शन सच्चे दिल से करने आते है, माँ धारी का रौद्र रूप तब देखने को मिला था जब अलकनंदा नदी से कुछ किलोमीटर आगे विद्युत् बनाने के लिए डैम बनना था, और उस के लिए माँ धारी देवी के मंदिर को शिफ्ट करने की बात रखी गयी क्युकी माता का मंदिर ठीक अलकनंदा नदी के बीचो बीच स्थित है, तो जब माँ की मूर्ति अपने स्थान से उठाई गयी तो उसके ठीक 2 से 4 घंटे के बीच केदारनाथ से एक सैलाब आया जिसने लाखो जिन्दगिया तबाह कर दी, केदारनाथ में बाढ़ आना माँ के गुस्से का प्रकोप माना जाता है, क्युकी पंडितो ने भी मूर्ती को न हटाने के लिए कहा था, लेकिन सरकार के आदेश पर मूर्ती  हटा दी गयी जिसके बाद उत्तराखंड में केदारनाथ से आई आपदा का नुक्सान कई ज़िंदगियों को चुकाना पड़ा।  

माँ धारी का मंदिर चारो धामों के रक्षक के रूप में जाना जाता है।

+++ +++

धारी देवी की पौराणिक मान्यताये

      धारी देवी कौन थी-


माँ धारी के 7 भाई थे और अपने भाइयो से माँ धारी बहुत  प्रेम करती थी, लेकिन उनके भाई उनको बिलकुल पसंद नहीं करते  थे, इसके दो कारण  थे, पहला की उनका रंग  बहुत  ज्यादा सांवला था और दूसरा की उनको पता चल गया था की उनकी बहन के ग्रह उन भाइयो के लिए अच्छे नहीं है , जब तक ये छोटी बच्ची है तब  तक उनके जीवन को संकट है, माँ पिता  के गुजर जाने के बाद भाइयो ने उनका ध्यान रखा इस लिए वो उन पर अपनी जान छिड़कती थी , लेकिन भाइयो की नफरत और डर बढ़ने लगा, धीरे धीरे समय बीतता  गया और 7 में से 5 भाइयो की अकस्मात्  मौत हो गयी ये देख कर बाकि के बचे दो भाइयो की अपनी जान का खतरा बन गया।

+++ +++

एक दिन  उन दो भाइयो और उनकी पत्नियों ने मिलकर योजना बनाई की इस लड़की को मार देते है जिससे उनकी जान बाच जाये।  

फिर एक रत को सबने मिलकर अपनी बहन का गला काट दिया और उसे  अलकनंदा नदी में बहा   दिया , उस छोटी बच्ची का गला बहते  हुए कल्यासौड़ नाम के स्थान पर धारी गांव के पास अलकनंदा नदी के बीच एक पत्थर  से टकराया , जैसे ही गला धारी गांव में पहुंचा तो एक आदमी ने देखा नदी में एक लड़की बहती हुई आ रही है उस लड़के ने लड़की को बचाना चाहा जो सिर्फ एक गला था लेकिन बहाव तेज़ होने की वजह से वो नदी में नहीं जा पा रहा था।

+++ +++

तभी एक आकाशवाणी होती है की डरो मत मेरे पास आओ और मुझे बचाओ तुमको कुछ नहीं होगा, तू जहाँ जहाँ पैर रखेगा में वहाँ वहाँ पे तेरे लिए सीढ़ी बना दूँगी, कहा जाता है कि कुछ समय पहले ये सीडिया यहाँ पर दिखाई देती थीं।

+++ +++

वह लड़का धीरे धीरे नदी के पास जाता है और सर को उठता है और डर जाता तो देखता है की यह तो कटा हुआ है तो आवाज़ कहा से आ रही है, तो गले से आवाज़ आती है की डर मत में स्वयं देवी स्वरुप हु मुझे एक पवित्र स्थान में स्थापित करदे, वो लड़का भी अचंभित था की नदी में सीडिया बनना, कटे हुए सर से आवाज़ आना, ये अवश्य ही देवी स्वरुप है, जब लड़के ने एक पत्थर पर सर को स्थापित किया तब माँ ने अपनी सारी कहानी बताई , और उसके बाद उस कटे हुए सर ने एक पत्तर का रूप लिया और वही पर धारी  गांव की देवी के नाम से प्रसिद्द हुई , वहीँ जो उनका धड़ वाला हिस्सा था वो रुद्रप्रयाग कालीमठ में  है और माँ मैथानी के नाम से प्रसिद्द है,और यहाँ माँ धारी का भव्य मंदिर भी स्थित है।

+++ +++

धारी देवी मंदिर कहाँ है।


धारी देवी मंदिर उत्तराखंड राज्य के पोड़ी जिले में श्रीनगर गढ़वाल में अलकनंदा नदी के तट पर श्रीनगर बद्रीनाथ राजमार्ग पर कल्यासोड़ में स्थित है।


           || मां धारी देवी की जय हो ||

।।श्रीहरिः।।


धारी देवी के सर के पीछे है मीरा बाईसा के  आखिरी पल:-



CN RETAILS Multiple Frames, Beautiful art Radha krishna Painting for home decor Living Room, Bedroom, Office, Hotels, Wooden Framed Digital Painting (50inch x 30inch) mf303

Visit the CN RETAILS Store  https://amzn.to/4r2BTjN  


मीरा बाईसा के  आखिरी पल:-

द्वारिकाधीश की मंगला आरती हो चुकी थी और पुजारी जी द्वार के पास खड़े थे। 

दर्शनार्थी दर्शन करते हुये आ जा रहे थे ।

राणावतों और मेड़तियों के साथ मीरा मंदिर के परिसर में पहुँची ।

मीरा ने प्रभु को प्रणाम किया ।

पुजारी जी मीरा को पहचानते थे और उन्हें यह विदित था कि इन्हें लिवाने के लिए मेवाड़ के बड़े बड़े सामन्तों सहित राजपुरोहित आयें है ।

चरणामृत और तुलसी देते हुये उन्होंने पूछा - " क्या निश्चित किया ? 

क्या जाने का निश्चय कर लिया है ? 

आपके बिना द्वारिका सूनी हो जायेगी ।" 

+++ +++

" हाँजी महाराज ! 

वही निश्चित नहीं कर पा रही !! अगर आप आज्ञा दें तो भीतर जाकर प्रभु से ही पूछ लूँ !!!" 


" हाँ हाँ !! पधारो बा !! 

आपके लिए मन्दिर के भीतर जाने में कोई भी बाधा नहीं !!!"-

पुजारी जी ने अतिशय सम्मान से कहा।

पुजारी जी की आज्ञा ले मीरा मन्दिर के गर्भगृह में गई ।

ह्रदय से प्रभु को प्रणाम कर मीरा इकतारा हाथ में ले वह गाने लगी........!

+++ +++

मीरा को प्रभु साँची दासी बनाओ।

झूठे धंधों से मेरा फंदा छुड़ाओ॥


लूटे ही लेत विवेक का डेरा।

बुधि बल यदपि करूं बहुतेरा॥


हाय! हाय! नहिं कछु बस मेरा।

मरत हूं बिबस प्रभु धाओ सवेरा॥


धर्म उपदेश नितप्रति सुनती हूं।

मन कुचाल से भी डरती हूं॥


सदा साधु - सेवा करती हूं।

सुमिरण ध्यान में चित धरती हूं॥


भक्ति - मारग दासी को दिखलाओ।

मीरा को प्रभु सांची दासी बनाओ॥

+++ +++

अंतिम पंक्ति गाने से पूर्व मीरा ने इकतारा मंगला के हाथ में थमाया और गाती हुईं धीमें पदों से गर्भ गृह के भीतर वह ठाकुर जी के समक्ष जा खड़ी हुईं। 

वह एकटक द्वारिकाधीश को निहारती बार बार गा रही थी -" मिल बिछुरन मत कीजे ।"  

एका एक मीरा ने देखा कि उसके समक्ष विग्रह नहीं ब्लकि स्वयं द्वारिकाधीश वर के वेश में खड़े मुस्कुरा रहे है। मीरा अपने प्राणप्रियतम के चरण स्पर्श के लिए जैसे ही झुकी , दुष्टों का नाश , भक्तों को दुलार , शरणागतों को अभय और ब्रह्माण्ड का पालन करने वाली सशक्त भुजाओं ने आर्त ,विह्वल और शरण माँगती हुई अपनी प्रिया को बन्धन में समेट लिया |

+++ +++

जय - जय मीरा गोपाल 


क्षण मात्र के लिए एक अभूतपूर्व प्रकाश प्रकट हुआ , मानों सूर्य - चन्द्र एक साथ अपने पूरे तेज़ के साथ उदित होकर अस्त हो गये हों ।

इसी प्रकाश में प्रेमदीवानी मीरा समा गई 

जय - जय मीरा गोपाल 

+++ +++

उसी समय मंदिर के सारे घंटे - घड़ियाल और शंख स्वयं ज़ोर ज़ोर से एक साथ बज उठे। 

कई क्षण तक वहाँ पर खड़े लोगों की समझ में नहीं आया कि क्या हुआ ।

एकाएक चमेली " बाईसा हुकम " पुकारती मंदिर के गर्भ गृह की ओर दौड़ी। 

पुजारी जी ने सचेत होकर हाथ के संकेत से उसे रोका और स्वयं गर्भ गृह में गये ।

उनकी दृष्टि चारों ओर मीरा को ढूँढ रही थी ।

अचानक प्रभु के पाशर्व में लटकता भगवा -वस्त्र खंड दिखाई दिया। 

वह मीरा की ओढ़नी का छोर था। 

लपक कर उन्होंने उसे हाथ में लिया ।

पर मीरा कहीं भी मन्दिर में दिखाई नहीं दी ।

निराशा के भाव से भावित हुए पुजारी ने गर्भ गृह से बाहर आकर न करते हुए सिर हिला दिया। 

उनका संकेत समझ सब हतोत्साहित एवं निराश हो गये । 

+++ +++

" यह कैसे सम्भव है ? 

अभी तो हमारे सामने उन्होंने गाते हुये गर्भ गृह में प्रवेश किया है ।

भीतर नहीं हैं तो फिर कहाँ है ? 

हम मेवाड़ जाकर क्या उत्तर देंगें। "- वीर सामन्त बोल उठे ।

" मैं भी तो आपके साथ ही बाहर था ।मैं कैसे बताऊँ कि वह कहाँ गई ? 

स्थिति से तो यही स्पष्ट है कि मीरा बाई प्रभु में समा गई , उनके विग्रह में लीन हो गई। 

" पुजारी जी ने उत्तर दिया। 

पर चित्तौड़ और मेड़ता के वीरों ने पुजारी जी की आज्ञा ले स्वयं गर्भ गृह के भीतर प्रवेश किया। 

दोनों पुरोहितों ने मूर्ति के चारों ओर घूम कर मीरा को ढूँढने का प्रयास किया ।

+++ +++

सामन्तों ने दीवारों को ठोंका , फर्श को भी बजाकर देखा कि कहीं नीचे से नर्म तो नहीं !! 

अंत में जब निराश होकर बाहर निकलने लगे तो पुजारी ने कहा ," आपको बा की ओढ़नी का पल्ला नहीं दिखता , अरे बा प्रभु में समा गई है। " 

दोनों पुरोहितों ने पल्ले को अच्छी तरह से देखा और खींचा भी , पर वह तनिक भी खिसका नहीं , तब वह हताश हो बाहर आ गये ।

+++ +++

इस समय तक ढोल - नगारे बजने आरम्भ हो गये थे ।

पुजारी जी ने भुजा उठाकर जयघोष किया -

" बोल , मीरा माँ की जय ! द्वारिकाधीश की जय !!

भक्त और भगवान की जय !!! " 

लोगों ने जयघोष दोहराया - जय - जय मीरा गोपाल 

तीनों दासियों का रूदन वेग मानों बाँध तोड़कर बह पड़ा हो। 

अपनी आँखें पौंछते हुये दोनों पुरोहित उन्हें सान्तवना दे रहे थे ।

इस प्रकार मेड़ता और चित्तौड़ की मूर्तिमंत गरिमा अपने अराध्य में जा समायी

+++ +++

नृत्यत नुपूर बाँधि के गावत ले करतार,

देखत ही हरि में मिली तृण सम गनि संसार ॥

मीरा को निज लीन किय नागर नन्दकिशोर ,

जग प्रतीत हित नाथ मुख रह्यो चुनरी छोर ॥

+++ +++

दोनों की साध पूरी हुयी, न जाने कितने जन्मों की प्रतीक्षा के बाद। 

आत्मा और परमात्मा का मिलन

दो होकर एक एक होकर दो 

जय श्री मीरा माधव जी..........!

हे नाथ!हे मेरे नाथ!!आप बहुत ही कृपालु हैं!!!

+++ +++

🙏जय जय श्री राधे कृष्ण🙏

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++