pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: સાચી ભક્તિની શક્તિ :

Adsence

Wednesday, July 1, 2026

સાચી ભક્તિની શક્તિ :

સાચી ભક્તિની શક્તિ  :

સાચી ભક્તિની શક્તિ  :

ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત નારદજી એકવાર પૃથ્વી લોકમાં ફરી રહ્યાં હતા તે દરમ્યાન એક પતિ-પત્ની તેમને મળ્યા. 

નારદજીને જોઇ અને તે પતિ - પત્ની નારદજીના ચરણોમાં પડી ગયા અને તેમને વિનંતી કરી કે, "અમારે ત્યાં કંઈ સંતાન નથી, જો તમે કંઇ ઉપાય જાણતા હોવ તો અમે તેમ કરવા તૈયાર થશું."

 મહર્ષિ નારદજી તેમની વિનંતી સાંભળી અને પહેલા ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા પરંતુ પછી તેમણે તે પતિ પત્નીને આશ્વાસન આપતા કહ્યું કે, 

"મારી નજરમાં તો આવો કોઈ ઉપાય નથી, જે તમને કામ આવી શકે. પરંતુ હું ભગવાન શ્રી કૃષ્ણને તમારા દુઃખનું કારણ જણાવીશ માટે તમે ધીરજ રાખો. બધું જ સારૃં થશે."




Premium Baby Krishna Photo Frame 12x8 Inch | Bal Gopal Makhan Chor Wall Photo with Matte Finish Black Frame | Hindu God Kanha Devotional Home Decor | Pooja Room, Living Room, Gift Item (KRISHNA 3)

Brand: Generic  https://amzn.to/4v3a6Sb


આમ, કહી અને મહર્ષિ નારદજી તો ગૌલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા અને ભગવાન શ્રીકૃષ્ણને પગે લાગી અને કહ્યું , 

" પ્રભુ આપ તો અંતર્યામી છો, આપ બધું જ જાણો છો. હું પૃથ્વી લોકમાં એક દંપતીને મળ્યો હતો. તેને ત્યાં કોઇ સંતાન નથી તો એવું કયું વ્રત કે તપ છે કે જે દંપતિ કરે તો તેને ત્યાં બાળક થાય."

ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને હસતા હસતા મહર્ષિ નારદજીને પ્રત્યુત્તર આપ્યો, 

"હે નારદ, તું જેના માટે ચિંતિત થાય છે તેનો ઉપાય પૂછે છે? તને ખરૃં કહું તો તે દંપતિને ત્યાં અત્યાર સુધી બાળક થાય તેમ નથી અને તેના કર્મો એવા છે કે જો હું પોતે ઇચ્છે તો પણ તેને સંતાન આપી શકું તેમ નથી."

+++ ++++

ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યુત્તર સાંભળી અને મહર્ષિ નારદજી તો તરત જ ઉપડ્યા. તે દંપતી પાસે ગયા એટલે એ દંપતી ફરી નારદજીના પગે પડ્યા. ત્યારે નારદજીએ તે પતિ - પત્નીને સમજાવી અને કહ્યું કે, 

"આપને સંતાન પ્રાપ્તિ માટે ભગવાનની લીલાને વખાણો અને તમારા કર્મના ફળ સ્વરૂપે તમને જે દુઃખ પ્રાપ્ત થયું છે તે ભોગવી લો અને પ્રભુનું સ્મરણ કરતા રહો." 

મહર્ષિ નારદજીની વાણી સાંભળી અને પતિ-પત્નીને ખૂબ જ દુઃખ થયું પરંતુ થાય શું? 

કર્મના દોષ તો ભોગવવે જ છૂટકો. એમ,મનમનાવી અને એ પતિ - પત્ની તો ફરી સાંસારીક લીલામાં મગ્ન થઇ ગયા. 

+++ ++++

એક વાર એક મહાત્માજી ફરતાં ફરતાં આ ગામમાં આવ્યા ત્યારે અધિક માસ ચાલી રહ્યું હતું. તેમને ખૂબ જ ભૂખ લાગી હતી. 

એટલે બે  - ચાર ઘરે ભીક્ષા માંગી પરંતુ કોઇએ ભીક્ષા આપી નહીં. 

આખરે એ મહાત્માજી ફરતા ફરતા આ પતિ - પત્નીના ઘર પાસે આવ્યા. પતિ - પત્ની જમવા બેસવાની તૈયારી જ કરી રહ્યાં હતા. 

ત્યાં આ મહાત્માજીએ ભીક્ષા માટે માંગણી કરી. તેમનો અવાજ સાંભળી પતિ - પત્નીએ તેમને આવકાર આપ્યો અને ભીક્ષામાં ખાવાનું આપ્યું. ત્રણ બાજરાના રોટલા પણ હતા.

+++ ++++

મહાત્માજી ખૂબ જ રાજી થયા અને કહ્યું, "આ પવિત્ર અધિકમાસમાં તે મને મારું પેટ ભરાઇ જાય તેટલું ખાવાનું આપ્યું છે અને તેમાં પણ ત્રણ બાજરાના રોટલા આપ્યા. જા તારે ત્યાં ત્રણ સુંદર મજાના બાળકોનો જન્મ થશે." 

આ સાંભળી અને તે પતિ - પત્ની તો ખૂબ જ ખુશ થઇ ગયા અને તેમણે મહાત્માજીને દંડવત્ત પ્રણામ કર્યા. સમય વિતતા તેને ત્યાં ત્રણ ઉત્તમ બાળકોનો જન્મ થયો. 

બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એક વખત નારદજી ફરી એક વાર એજ ગામમાં પધાર્યા અને તેમને થયું કે, "લાવને પેલા દંપતિને મળતો જાઉ." પછી દંપતિને ઘેર મહર્ષિ નારદજી પહોંચ્યા ત્યાં તો તેમના આંગળામાં સુંદર એવા ત્રણ બાળકોને રમતા જોયા. 

+++ ++++

નારદજીએ તેમના ઘરનું બારણું ખખડાવ્યું. અવાજ સાંભળી અને પતિ - પત્ની ઘરની બહાર આવ્યા. મહર્ષિ નારદજીને આંગણે આવેલા જોઇ તેમના પગ ધોઇ આચમન માટે પાણી આપી અને યોગ્ય સત્કાર કર્યો. 

પછી ત્રણે બાળકો પણ નારદજીને પગે લગાવા પાસે આવ્યા અને નારદજીને દંડવત્ત પ્રણામ કરતાં તે બાળકો ઊભા રહ્યાં. 

નારદજી પૂછે છે કે, " આ સુંદર મજાના બાળકો કોના છે? ત્યારે પતિ - પત્ની કહે છે એ ત્રણે બાળકો અમારા છે અને પછી એ બાળકોની પ્રાપ્તિ કઇ રીતે થઇ તેનો સમગ્ર વૃતાંત મહર્ષિ નારદજીને કહી સંભળાવ્યો."

+++ +++++

મહાત્માજી ખૂબ જ રાજી થયા અને કહ્યું, "આ પવિત્ર અધિકમાસમાં તે મને મારું પેટ ભરાઇ જાય તેટલું ખાવાનું આપ્યું છે અને તેમાં પણ ત્રણ બાજરાના રોટલા આપ્યા. જા તારે ત્યાં ત્રણ સુંદર મજાના બાળકોનો જન્મ થશે." 

આ સાંભળી અને તે પતિ - પત્ની તો ખૂબ જ ખુશ થઇ ગયા અને તેમણે મહાત્માજીને દંડવત્ત પ્રણામ કર્યા. સમય વિતતા તેને ત્યાં ત્રણ ઉત્તમ બાળકોનો જન્મ થયો. બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. 

એક વખત નારદજી ફરી એક વાર એજ ગામમાં પધાર્યા અને તેમને થયું કે, "લાવને પેલા દંપતિને મળતો જાઉ." પછી દંપતિને ઘેર મહર્ષિ નારદજી પહોંચ્યા ત્યાં તો તેમના આંગળામાં સુંદર એવા ત્રણ બાળકોને રમતા જોયા. 

+++ +++

નારદજીએ તેમના ઘરનું બારણું ખખડાવ્યું. અવાજ સાંભળી અને પતિ - પત્ની ઘરની બહાર આવ્યા. મહર્ષિ નારદજીને આંગણે આવેલા જોઇ તેમના પગ ધોઇ આચમન માટે પાણી આપી અને યોગ્ય સત્કાર કર્યો. 

પછી ત્રણે બાળકો પણ નારદજીને પગે લગાવા પાસે આવ્યા અને નારદજીને દંડવત્ત પ્રણામ કરતાં તે બાળકો ઊભા રહ્યાં. નારદજી પૂછે છે કે, 

" આ સુંદર મજાના બાળકો કોના છે? ત્યારે પતિ - પત્ની કહે છે એ ત્રણે બાળકો અમારા છે અને પછી એ બાળકોની પ્રાપ્તિ કઇ રીતે થઇ તેનો સમગ્ર વૃતાંત મહર્ષિ નારદજીને કહી સંભળાવ્યો."

+++ ++++

મહર્ષિ નારદજી ત્યાંથી નિકળી અને સીધ્ધા ઉપડ્યા ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઇ તેમને પ્રણામ કરી અને તે દંપતીને થયેલા બાળકો બાબતે પ્રશ્ન કરવા લાગ્યા કે, 

"આપે જે કહેલું કે સાત ભવ સુધી તો હું પણ તેને બાળકો આપી શકું તેમ નથી. તો પછી આ બધું કેમ થયું?" 

+++ ++++

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, એ બધી વાતો અત્યારે તું રહેવા દે અને હું કહું છું એ તું સાંભળ, " હે નારદ, મારા શરીરમાં એક વિચિત્ર પ્રકારનો રોગ થયો છે. હવે એ રોગને કારણે મને અસહ્ય પીડા થાય છે. 

હવે મારી એ પીડા દૂર થાય એ માટે જે કોઇ મારો પરમ ભક્ત હોય તે જો પોતાનું માથું કાપી અને તેમનું લોહી મને આપે તે લોહી હું મારા આખા શરીરે ચોપડું તો મારો આ રોગ જાય તેમ છે. 

માટે એવો કોઇ પરમ ભક્ત હોય તો તે તું શોધી લાવ. તેમાં વિલંબ ન કરજે કારણ કે મારાથી આ અંગ પીડા જરાય સહન જ થતી નથી."

+++ +++

નારદજીએ તો આ વાત સાંભળી અને તેઓ ખૂબ જ ચિંતામાં પડી ગયા અને માથું કાપી અને પોતાનો અંગ અર્પણ કરી દે તેવા પરમ ભક્તની શોધમાં લાગી ગયા. 

તેમણે એક પછી એક એમ તેમની નજરમાં જે જે ભક્તો હતા તે તે બધાય ભક્તોને પૂછ્યું. પરંતુ કોઇ માથું કાપવા તૈયાર જ ન થયું. 

આ પ્રમાણે શોધ કરતાં કરતાં નારદજી તો પહેલા મસ્તરામ મહાત્માજી પાસે પહોંચી ગયા. જેમણે સંતાન વિહોણા દંપતિને ત્રણ બાળક થાય એવા આશિર્વાદ આપ્યા હતા. 

+++ +++

તે મહાત્માજી પાસે જઇ અને ભગવાન શ્રીકૃષ્ણના રોગ અંગેની સઘડી હકિકત કહી સંભળાવી. મહાત્માજીએ નારદજીને કહ્યું , 

" એમ, ભગવાનને તકલીફ છે? ચાલો, હું તમારી સાથે ચાલું છું. હું મારું માથું આપવા તૈયાર છું. જો ભગવાન શ્રી કૃષ્ણનો રોગ દૂર થતો હોય તો સત્વરે ચાલો. આપણે તેમની પાસે જઇએ." 

નારદજી તેમને ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઇ ગયા. ભગવાન શ્રી કૃષ્ણને તે મહાત્માજી કહેવા લાગ્યા, "ચાલો હું તમને મારું માથું કાપી અને મારું લોહી આપવા તૈયાર છું." 

+++ ++++

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતાં હસતાં મહર્ષિ નારદજીને કહ્યું," જોયું, મારા કેટલાય ભક્તો છે તેમાં તમારો પણ સમાવેશ થાય છે. 

પરંતુ માથું કાપીને આપવા તૈયાર થનારો ભક્ત એક જ નિકળ્યો. હવે, આવો મારો પરમ ભક્ત હોય તો તે કોઇના કર્મના ફળ પણ બદલાવી દેવાની તેનામાં શક્તિ હોય. 

તેમાં કંઇ નવું નથી. આ તો સાચી ભક્તિની શક્તિ છે." આ સાંભળી અને મહર્ષિ નારદજીનું શરમથી માથું ઝુકી ગયું.

+++ +++

:: ભજન ::

આંગણે રમે મારે આંગણે રમે,


નાનકડો નંદલાલ આંગણે રમે.


વાંકડીયા વાળ એના મુખડું મનોહર,


બંસીના સુર ગાઈ ગાયો ચારે...નાનકડો નંદલાલ...


નાના ગોવાળીયાને ગોઠીયા કરીને,


વાછરૂના પૂંછ જાલી ભમતો ફરે, નાનકડો નંદલાલ...


ખંભે લઇ લાકડીને ખેલે છે નટવર,


કુદડી ફરેને મારો નાથજી નમે નાનકડો નંદલાલ...


એને મેળવવાને મોટા મુનિવર,


વર્ષોના વર્ષો સુધી દેહને દમે નાનકડો નંદલાલ...


ગોવિંદના નાથ હાથ આવે નહીં કોઇને,


એ તો આવીને મારી આંખમાં રમે, નાનકડો નંદલાલ.


આંગણે રમે મારે આંગણે રમે,


મારો નાનકડો નંદલાલ આંગણે રમે નાનકડો નંદલાલ...!




પરમાત્મા તો પ્રેમના ભૂખ્યા છે :

ભગવાન શ્રી કૃષ્ણની પટરાણીઓમાં સત્યભામાનું પણ એક વિશિષ્ટ સ્થાન છે એ પોતે પણ એવો અનુભવ કરતા કે પોતે ભગવાનના માનીલ રાણી છે અને એ બાબતનું તેમને ખૂબ જ અભિમાન હતું.

એક વખત અચાનક નારદજી ભગવાન શ્રી કૃષ્ણને ઘેર પહોંચ્યા ત્યાં સત્યભામાજી એકલા બેઠા હતા એટલે નારદજી તેમની પાસે બેઠા. વાતમાંથી વાત નિકળી અને સંસારની વાત શરૂ થઇ તેથી સત્યભાજીમાં બોલ્યા, 

+++ ++++

"નારદ, આ મારા પતિદેવ શ્રી કૃષ્ણ છે ને ? એમને મારા પર વિશેષ પ્રીતિ છે. તેમને મારા વિના જરાય પણ ચાલતું નથી. 

હું તો ખૂબ જ ભાગ્યશાળી કહેવાઉંને ? પરંતુ મારા એ પતિ દેવ મને જન્મોજન્મ પતિ સ્વરૂપે કાયમ માટે મળ્યા કરે એવી મારી મનની ઇચ્છા છે તમે તો ખૂબ જ જ્ઞાની છો તમે એ માટે મને કંઇ દાન ધર્મ બતાવો તો હું તમારો એ ઉપકાર ક્યારે નહીં ભૂલું."

+++ +++

ત્યારે મહર્ષિ નારદજી કંઇક વિચારવા લાગ્યા પછી બોલ્યા, "તમારે જન્મોજન્મ તમારા પ્રાણથી પ્રાણ પ્યારા એવા શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા છે ને....!

તો એ માટે એક સાવ સીધો રસ્તો છે. એમ કરો, કોઇ સુપાત્ર બ્રાહ્મણને તમારા પ્રિયતમ એવા ભગવાન શ્રી કૃષ્ણને દાન કરી દો.

" મહર્ષિ નારદજીએ બતાવેલો ઉપાય સત્યભામાને એકદમ પસંદ જ પડી ગયો. તેથી ઉત્સાહમાં આવી જઇ તેમને કહ્યું કે," 

+++ +++

"નારદજી એમ કરો તમે જ કોઈ સુપાત્ર બ્રાહ્મણ શોધી આપોને ?" 

"અરે ! હું અહીં બેઠો છું. પછી બીજા કોઇ સુપાત્ર બ્રાહ્મણને શોધવાની જરૂર જ શું છે ?" 

નારદજી તરત જ બોલી ઉઠ્યા. સત્યભામાજીએ નારદજીની વાત માની લઇ તેમના બતાવ્યા પ્રમાણે હાથમાં જળ લઇ અને સંકલ્પ કરી નારદજીને ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં આપી દીધા અને નારદજીએ પણ તે દાનનો સ્વીકાર કરી લઇ સત્યભામાજીને આર્શિવચન આપ્યા.

+++ +++

ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે મહર્ષિ નારદજી તો રાજીના રેડ થઇ ગયા અને પછી તરત તેમણે ત્યાંથી ચાલતી પકડી એટલે સત્યભામાજીએ નારદજીને બૂમ પાડી ઊભા રાખ્યા અને કહ્યું,

"નારદજી...નારદજી...ક્યાં ચાલ્યા ? અને મારા પતિદેવ એવા શ્રી કૃષ્ણને તમે ક્યાં લઈ જાવ છો ?"

નારદજીએ સત્યભામાજીને ગભરાયેલા જોયા એટલે તેમને સમજાવતા કહ્યું, 

"જુઓ, સત્યભામાજી તમે મને શ્રી કૃષ્ણને દાનમાં આપવાનો સંકલ્પ કર્યો, બરાબરને...? " 

+++ +++

" હાં, એ વાત બરાબર...!" 

સત્યભામાજી બોલી ઉઠ્યા, 

"હવે, તમે જ મને ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં આપ્યા. હવે એમના પર મારો અધિકાર છે તેથી દાનમાં મળેલા શ્રી કૃષ્ણને હું મારી જોડે જ લઇ જાઉં ને....? 

અને હવે તેમને હું ગમે ત્યાં લઇ જાઉં તમે મને તેમ કરતાં રોકી શકો નહીં." 

હળવેકથી નારદજીએ જવાબ આપ્યો અને એ તો ફરીથી ચાલવા લાગ્યા.

+++ +++

હવે સત્યભામાજી ખૂબ જ મુંઝાયા, તેમને પોતાની ભૂલ સમજાઇ અને અભિમાનમાં લીધેલા ઉતાવળા પગલા બદલ પારાવાર પસ્તાવો થવા લાગ્યો. 

તેમણે મહર્ષિ નારદજીને વિનંતી કરી કે ભગવાન શ્રી કૃષ્ણની બદલે તેમને જે જોઇએ તે લઇ જાવ પરંતુ અમારા પ્રિયતમ એવા શ્રી કૃષ્ણને જલ્દી મૂક્ત કરો. 

ત્યારે નારદજી હસવા લાગ્યા અને અંતે એવું નક્કી થયું કે, ભગવાન શ્રી કૃષ્ણનું જેટલું વજન થાય તેટલા ભારોભાર વજનનું સૂવર્ણનું દાન નારદજીને કરવામાં આવે. 

+++ ++++

ત્યારે તેના બદલામાં નારદજી ભગવાન શ્રી કૃષ્ણને પાછા આપે. આથી, સત્યભામાજી સહિત સૌ પટરાણીને સંતોષ થયો કે, 

"સોનું તો ઘણું છે તેના બદલામાં શ્રી કૃષ્ણ પાછા મળતા હોય તો સોદો કંઇ ખોટો નથી. ખાસ કરીને સત્યભામાજીને ફરી અભિમાન આવ્યું કે, મારી પાસે તો ઘણુંએ સોનું છે." 

એ જલ્દી જલ્દી પોતાના દાગીના લઇ આવ્યા પછી ત્રાજવાના એક પલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સોનાના દાગીના મૂકવામાં આવ્યા. 

+++ +++

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું જેમ હતું તેમનું તેમ જ રહ્યું . એટલે બીજી પટરાણીઓ પણ પોતપોતાના દાગીનાઓ લાવી તે બીજા પલ્લામાં મુકતી ગઇ પરંતુ ત્રાજવા રતીભાર પણ ઊંચા કે નીંચા ન થયા. પરિસ્થિતિની વિચિત્રતા જોઇ અને સત્યભામાજી રડવા લાગ્યા. 

તેમનું બધું જ અભિમાન ઉતરી ગયું. તેમને ખૂબ જ અફસોસ થયો. આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણીજી ત્યાં પધાર્યા. 

તેમણે બધી વાત જાણી એટલે એ તો તુરંત જ સમજી ગયા કે, સત્યભામાજીનું અભિમાન ઉતારવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ બધી લીલા કરી છે. 

+++ +++

આથી તેમણે સત્યભામાજીને સમજાવતા કહ્યું તમે જાણો છો કે, સ્વામીની સરખામણી સોના સાથે ન થાય. તેમની તોલે તો આખી દુનિયાની સંપતિ પણ સામાન્ય ગણાય. 

હાં, તેમને તોલવા હોય તો સાચો નિશ્વાર્થ, નિર્દોષ પ્રેમ જોઇએ."  

ત્યારબાદ રૂક્ષ્મણીજીએ ખૂબ જ શ્રધ્ધા પૂર્વક એક તુલસીનું પાન બીજા પલ્લામાં મૂક્યું અને તેનાથી ભગવાનનું પલ્લું અધ્ધર થઈ ગયું. 

આમ, પ્રેમના પ્રતિકૃત એકમાત્ર તુલસીના પાનથી ભગવાન તોલાયા અને જગતને બતાવ્યું કે, એ ખરેખર પ્રેમના જ ભૂખ્યા છે.

+++ +++

:: ભજન ::

ઓ કરૂણાના કરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી


ઓ સંકટના હરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.


મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો તારી સેવા


મારી ભૂલોના ભૂલનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.


હે પરમકૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા


વિષને અમૃત કરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.


મારા જીવનના ઘડનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.


હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી


અવળી સવળી કરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.


મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો


મારા સાચા સેવન હારા તારી કરૂણાનો કંઈ પાર નથી.


છે જયનો જીવન ઉદાસી ચરણે લેજો અવનાશી


ભક્તોના દિલ હરનારા તારી કરૂણાનો કંઇ પાર નથી.


ભલે છોરૂ કછોરૂ થાય તે માવતર કહેવાય


બાળકોના દોષ ભુલનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

+++ +++

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++

No comments:

Post a Comment