pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: નિષ્કામ ભક્તિની મહતા :

Adsence

Saturday, May 30, 2026

નિષ્કામ ભક્તિની મહતા :

નિષ્કામ ભક્તિની મહતા :  

નિષ્કામ ભક્તિની મહતા :

એક વાર પાંડવોને વનવાસ ભોગવવાનો વખત આવ્યો. આ સમયે અનેક પ્રકારના કષ્ટોમાંથી પાંડવોને પસાર થવું પડેલું કારણ કે, કાયમ સુખમાં ઉછરેલા અને રાજમહેલમાં રહેનારા આ પાંડવોને કાંટા, હિંસક પશુઓ પથરાયેલી પથારી વગેરેથી યુક્ત રહેવું પડતું. 

આવી ખરાબ પરિસ્થિતિ વચ્ચે જીવવું દુષ્કર બની જાય તેમ છતાં પણ પાંડવો પોતાની ધર્મપત્ની દ્રૌપદી અને કુન્તા માતા વનમાં દિવસો વ્યતિત કરી રહ્યા હતા. આ સમયે સૌથી વધુ ધીરજ યુધિષ્ઠિરે રાખી હતી. તે સવાર અને સાંજ નિયમિત પરમકૃપાળુ પરમાત્માના ધ્યાનમાં મગ્ન થઇ જતા હતા. તેમને પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. પોતાના પર આવી પડેલા આ મહાકષ્ટને તે કર્મનું ફળ જ માનતા હતા. 




MurtiHome Shyamsundar Krishna Murti, 10.16 cm Height, Black, 3D Printed, UV Resin, Lord Shri Gopal for Car Dashboard, Home, Office, and Gift

Visit the MurtiHome Store  https://amzn.to/49rNS4v


એક વાર દરરોજની જેમ પૂજા-ધ્યાન પૂર્ણ કરી યુધિષ્ઠિર ઉઠ્યા ત્યારે દ્રૌપદીજી ઊભા હતા. તેમનાથી ન રહેવાયું તે બોલી ઉઠ્યા, "તમે આટલા બધા પૂજા - પાઠ અને ધર્મધ્યાન કરો છો પરંતુ આપણા સંકટો તો દિવસો દિવસ વધતા જ જાય છે. 

+++ +++

તમે ભગવાનને કહેતા શા માટે નથી? "

કે આપણા બધા જ સંકટો દૂર થઈ જાય. તમે તો સહનશીલ છો પરંતુ તમારા આ ભાઇઓ વનમાં ઠોકરો ખાઇ ખાઈ કેટલું બધું દુઃખ વેઠી રહ્યાં છે. ક્યારેક પથ્થરની ચટ્ટાન ઉપર સુવું પડે છે તો ક્યારેક કાંટાળા માર્ગ પર ચાલવું પડે છે. 

ક્યારેક તરસ લાગી હોય તો પાણીના ફાંફા થાય છે તો ક્યારેક ખાવાના સાંસા પડે છે. હું જાણું છું કે જો તમે માત્ર એકવાર ભગવાન પાસે પ્રાર્થના કરશો તો આપણા તમામ દુઃખોને તે દૂર કરી નાખશે."

+++ +++

દ્રૌપદીજીની આ વાત સાંભળીને પ્રથમ તો યુધિષ્ઠિર હસ્યા પછી હળવેકથી કહ્યું, "દ્રૌપદી, પહેલી વાત તો એ કહું જે પ્રભુભક્તિ કરું છું તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રભુની ભક્તિ કરવી મને ખૂબ જ ગમે છે." 

મને તેમાં અત્યંત આનંદ આવે છે. એ નિત્યાનંદની પ્રાપ્તિ માટે પ્રભુભક્તિ કરવી એ અલગ વાત છે. હવે જો આનંદ માટે ભક્તિ કરતો હોઉ અને હું જો ભગવાન પાસે કંઇને કંઇ માંગવા લાગું તો તે મારી પ્રાર્થના સાંભળી અને આપણા કષ્ટ કલેશોને દૂર 

+++ +++

તો કરી જ દેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણે જે કર્મો કર્યા હોય તેના ફળ ભોગવવાથી દૂર ભાગીએ તો એ પણ એક પ્રકાની કાયરતા જ ગણાય ને? 

વળી આપણે પ્રાર્થના પૂજાના બદલામાં પ્રભુ પાસે કંઇ માંગીએ તો એક પ્રકારનો વ્યાપાર થયો ગણાય. " ભગવાન પાસે ક્યારે સોદાબાજી કરવી ન જોઇએ કારણ કે ભક્તિ કરતાં કરતાં આપણે તેની પાસે કંઇક માંગ્યું તો એક વેપાર થયો ગણાય. જેની કોડીની પણ કિંમત નથી રહેતી વળી, હું તો પ્રભુની નિષ્કામ ભક્તિ કરું છું નિષ્કામ ભક્તિમાં જ સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. માટે મને હવે ફરી ક્યારે પણ એ વાત ન કરશો કે પ્રભુ પાસેથી ભક્તિના બદલામાં કંઇક માંગો."

+++ +++

આ સાંભળી દ્રૌપદીને સંતોષ થયો અને પોતે જે માંગણી કરેલી તે ભૂલ બદલ તેમણે યુધિષ્ઠિર પાસે ક્ષમા માંગી. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર, પાંડવો, કુન્તી માતા અને દ્રૌપદીજીની નિષ્કામ ભક્તિને કારણે મહાભારતના યુદ્ધ સમયે પાંડવોનો સંપૂર્ણ સાથ આપ્યો કારણ કે, તે નિષ્કામ, નિષ્કપટ અને સત્યને વળગી રહેનારા હતા. 

માટે જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે જ જીતવી અતિ મુશ્કેલ એવી કૌરવોની સેના પર વિજય મેળવ્યો. આમ, નિષ્કામ ભક્તિનું ભગવાન ફળ અવશ્ય આપે છે અને એ જ્યારે આપે છે ત્યારે કોઇ હિસાબ રાખતા નથી.

+++ +++

:: ભજન ::


જગની સૌ વાતોનો સાર(ર)


મારે એક હરિનું નામ.


મારા જીવનનો આધાર(૨)


મારે એક હરિનું નામ.


બહુ જોયુંને બહુ બહુ જાણ્યું,


અનુભવ્યું, સુષ્ય ઘણું,


અંતે દ્રઢ થયો વિચાર(૨)


મારે એક હરિનું નામ.


સતસંગની બલિહારી છે,


જેમાંથી એ સાંપડ્યું.


મંથન કરતા માખણ સાર(૨)


મારે એક હરિનું નામ.


હૃદય તણા તાળાને માટે,


 ચાવી હરિના નામનીસ


ખોલી નાખે દિલના દ્વાર (૨)


મારે એક હરિનું નામ.


હાથીના પગલાંની મધ્યે


સૌ પગલાં સમાય છે,


"પુનિત" કરશે બેડો પાર(૨)


મારે એક હરિનું નામ




ભાવનાનું ફળ :

પુષ્ટીમાર્ગના ગુંસાઇજી પાસે એક વેપારી આવતા. તેની શ્રદ્ધા ખૂબ જ સાચી પરંતુ તેનો સ્વભાવ ભારે કંજુસ. તેમની પાસે અનહદ ધન હતું. પરંતુ તે સદમાર્ગે એક પૈસો પણ ખર્ચ કરવા તૈયાર ન હતા. 

એક દિવસ ગુંસાઇજી કહે છે કે, "જો ભાઇ તારે કાયાનું કલ્યાણ કરવું જ હોય તો તું ઠાકોરજીની સેવા કર." 

+++ +++

"ઠાકોરજીની સેવા તો કરવા તૈયાર છું. પરંતુ પછી ઠાકોરજી માટે શણગાર લેવા પડે અને તેમને ધરવા માટે દૂધ સામગ્રીના ખર્ચા કરવા પડે અને કોઇપણ પ્રકારનો ખર્ચ કરવો પડે તેવી સેવા કરવાનું મને ન ફાવે." 

વેપારી શિષ્ય ગુંસાઇજીને કહ્યું. ગુંસાઇજી કહે છે, "જો ભાઇ તારે ઠાકોરજીની સેવા જ કરવી હોય તો તને એક પૈસાનો પણ ખર્ચ ન થાય તેવી સેવા બતાવું. ઠાકોરજીની માનસિક સેવાનો એક એવો પ્રકાર છે કે જેમાં એક પૈસાનો પણ ખર્ચ ન થાય." 

+++ +++

"એવી સેવા હોય તો તે મને જરૂર બતાવ જો એક પણ પૈસાનો ખર્ચ ન હોય તો એવી સેવા હું જરૂર કરીશ. મને માનસી સેવાનો એ પ્રકાર સમજાવો." 

કહી અને વેપારી ઉત્સુક્તા સાથે ઠાકોરજીની માનસિક સેવા કરવા તૈયાર થઇ ગયો.

ગુંસાઇજી તે વેપારીને સમજાવતા કહે છે, "તારે દરરોજ વહેલી સવારે ઠાકોરજીને મનોમન જગાડવા પછી મનોમન દૂધમાં ખાંડ, કેસર નાખી અને તે દૂધ ઠાકોરજીને ધરવું. પછી તેમને સ્નાન કરાવવું, પછી તેમને શૃંગાર ધરવાનું,  પછી તેને ભોગ ધરવો, આરતી કરવી. "

+++ +++

"બપોરે ફરી રાજભોગ ધરવો, સાંજે ફરી ઠાકોરજીને મેવો ધરવો, તેમની આરતી કરી પછી એમને પોઢાડી દેવાના. બસ આજ નિત્ય કર્મ પ્રમાણે દરરોજ ઠાકોરજીની હૃદયપૂર્વક સેવા કરવી. સેવા કરવાથી મન પવિત્ર થાય છે અને તેથી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે."

આ પ્રમાણે ગુંસાઈજી પાસેથી નિત્યક્રમને સમજી લઇ અને વેપારી તો પોતાને ઘરે ગયો. પછી તેને તો દરરોજ ઠાકોરજીની માનસી સેવા શરૂ કરી દીધી. પાંચ પૈસાનો પણ ખર્ચ ન હતો તેથી તેને માનસિક સેવામાં અલૌકિક આનંદ આવવા લાગ્યો. 

+++ +++

પછી જ્યારે જયારે ગુંસાઇજી વેપારીને મળતા ત્યારે ત્યારે પૂછતા, "કેમ ભાઇ, ઠાકોરજીની સેવા કેમ ચાલે છે ?" 

વેપારી કહે છે, "ખરેખર, મહારાજ ઠાકોરજીની સેવામાં મને તો હવે અલૌકિક આનંદ આવતો જાય છે." આમને આમ સેવા કરતા એ વેપારીએ એક દિવસ માનસી સેવા કરતા ઠાકોરજીને જગાડ્યા.

પછી તેમને ધરવા માટે દૂધનો વાટકો લીધો અને મનોમન લીધેલા એ દૂધના વાટકામાં ખાંડ પણ નાખી. પરંતુ ઉતાડવમાં થોડી ખાંડવધુ પડી ગઈ હોય તેવું વેપારીને લાગ્યું એટલે તુરંત જ વેપારીનો મુળ કંજુસીયો સ્વભાવ જાગૃત થયો તે પૂજામાં તન્મય થયો હતો. 

+++ +++

દૂધની વાટકીમાંથી ખાંડ કાઢવા જયાં દૂધમાં હાથ નાખવા જાય છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને વેપારીનો હાથ પકડી લીધો.

પ્રભુ કહે છે કે, "અલ્યા તું તો ભારે કંજુસીયો એક તો માનસી સેવામાં ખોટે ખોટું તું દૂધ ધરે છે. એમાં ખોટે ખોટી ખાંડ નાખે છે ને વળી તેમાંથીય ખાંડ પાછી કાઢવાની કરે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનો સ્પર્શ થતાં તે વેપારીને એક અલૌકિક આનંદનું અનુભવ થયો. 

પછી તે સાચો વૈષ્ણવ બની પોતાની સંપત્તિનો ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરતો રહ્યો. અને જીવનના અંતે તેણે ગૌલોકમાં સ્થાન મેળવ્યું.

+++ +++

:: ભજન ::


મારો શામળો સાંભળે સહ વાત ને રે,


હું તો ભૂલી ગયો છું મારી જાત ને રે...


કોણ કોનું ? આ ખોટા સંસારમાં રે,


હું તો જીવું છું એના આધારમાં રે...


જેમ થતું હતું હોય એમ ભલે થઇ જતું રે,


જગ આખુ યે છાનું ડુબી જતું રે...


મારું ભજન મને તો બહુ ભાવતું રે,


"પુનીત" શામળીયો કરી લેશે ફાવતું રે...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏

+++ +++

पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ +++


No comments:

Post a Comment